ચાર સબ ડિવિઝનના ૬૪ કનેક્શનોમાં રૃા.૧૮.૫૯ લાખની વીજચોરી પકડાઈ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ભાવનગર સીટી-૨ ડિવિઝનમાં વીજ ચેકિંગ ડ્રાઈવ
પીજીવીસીએલની ૩૦ ટીમે વહેલી સવારથી શરૃ કરેલી ચેકિંગની કામગીરીમાં કુલ ૪૩૬ કનેક્શનો તપાસ્યા
ભાવનગર - પીજીવીસીએલ ભાવનગર સીટી-૨ ડિવિઝન હેઠળના ચાર સબ ડિવિઝનમાં વીજ ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. જેમાં કુુલ ૬૪ કનેક્શનોમાં રૃા.૧૮.૫૯ લાખની વીજચોરી પકડાતા દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી.
પીજીવીસીએલ ભાવનગર વર્તૂળ કચેરી હેઠળના સીટી-૨ ડિવિઝનના અકવાડા, ઘોઘા, મામસા અને ચિત્રા સબ ડિવિઝનમાં આજે વહેલી સવારથી પીજીવીસીએલ દ્વારા વીજ ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. જેમાં પીજીવીસીએલની ૩૦ ટીમે ૪૧૨ રહેણાંકી અને ૨૪ વાણિજ્ય મળી કુલ ૪૩૬ વીજ કનેક્શનો તપાસ્યા હતા. જેમાંથી ૬૦ રહેણાંકી અને ૪ વાણિજ્ય મળી કુલ ૬૪ વીજ કનેક્શનોમાં કુલ રૃા.૧૮.૫૯ લાખની વીજચોરી પકડાતા દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી.









