Bhavnagar

બે સબ ડિવિઝનના ૩૬ કનેક્શનમાં ૧૧.૮૮ લાખની વીજચોરી પકડાઈ

By GS Team
28 Aug 20261 min read
TukuTouch Logo
ભાવનગરના મહુવા ડિવિઝનમાં PGVCL દ્વારા વીજ ચેકિંગ હાથ ધરાયું હતું. જેસર અને બગદાણા સબ-ડિવિઝનમાં ૧૫ ટીમોએ ૧૬૩ કનેક્શનો તપાસ્યા. તેમાંથી ૩૬ કનેક્શનોમાં કુલ ₹૧૧.૮૮ લાખની વીજચોરી ઝડપાઈ હતી. PGVCL દ્વારા દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં રહેણાંકી અને વાણિજ્યિક કનેક્શનોનો સમાવેશ થાય છે.

Summarized by AI; it may make mistakes. Check important info

બે સબ ડિવિઝનના ૩૬ કનેક્શનમાં ૧૧.૮૮ લાખની વીજચોરી પકડાઈ

મહુવા ડિવિઝનમાં વીજ ચેકિંગ ડ્રાઈવ

જેસર અને બગદાણા સબ ડિવિઝનમાં વીજતંત્રની ૧૫ ટીમે ૧૬૩ કનેક્શનો તપાસ્યા

ભાવનગર -  પીજીવીસીએલ ભાવનગર વર્તૂળ કચેરીના મહુવા ડિવિઝનના બે સબ ડિવિઝનમાં પીજીવીસીએલ ૩૬ કનેક્શનોમાં રૃા.૧૧.૮૮ લાખની વીજચોરી પકડી પાડી દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી છે.

ુપીજીવીસીએલ ભાવનગર વર્તૂળ કચેરી હેઠળના મહુવા ડિવિઝનના બગદાણા અને જેસર સબ ડિવિઝનમાં આજે વીજતંત્ર દ્વારા વીજ ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પીજીવીસીએલની ૧૫ ટીમે બન્ને સબ ડિવિઝનના ૧૫૩ રહેણાંકી અને ૧૦ વાણિજ્ય મળી કુલ ૧૬૩ વીજ કનેક્શનો તપાસવામાં આવ્યા હતા. જેમાંથી ૩૪ રહેણાંકી અને બે વાણિજ્ય મળી કુલ ૩૬ કનેક્શનોમાં રૃા.૧૧.૮૮ લાખની વીજચોરી પકડાતા પીજીવીસીએલ દ્વારા દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી.