Bhavnagar

સાંજણાસર ગામના વૃદ્ધ પર હુમલો કરી ધમકી આપી

By GS Team
4 Sep 20261 min read
TukuTouch Logo
ભાવનગરના પાલિતાણાના સાંજણાસર ગામે ધીરુભાઈ ફગાએ પોતાના ભત્રીજાઓ પ્રતાપ અને દિનેશ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. વાડીમાંથી બાજરીના થડિયા હટાવવાનું કહેતા, બંને ભત્રીજાઓએ પાઈપ અને ધારિયા વડે હુમલો કરી તેમને ઇજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પાલિતાણા ગ્રામ્ય પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સાંજણાસર ગામના વૃદ્ધ પર હુમલો કરી ધમકી આપી

વાડીમાંથી બાજરીના થડીયા લઈ લઈ લેવાનું કહેતા

ધારિયા અને પાઈપ વડે માર મારી ઈજા પહોંચાડનારા બે શખ્સ સામે ગુનો નોંધાયો

ભાવનગર -  પાલિતાણાના સાંજણાસર ગામના વૃદ્ધ પર પાઈપ અને ધારિયા વડે હુમલો કરી ઈજા પહોંચાડી ધમકી આપનારા બે શખ્સ સામે પાલિતાણા ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

પાલિતાણા તાલુકાના સાંજણાસર ગામે રહેતા ધીરૃભાઈ દેહાભાઈ ફગાએ પાલિતાણા ગ્રામ્ય પોલીસ મથકમાં પ્રતાપભાઈ દોલુભાઈ ફગા અને દિનેશ દોલુભાઈ ફગા (બન્ને રહે.સાંજણાસર) સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેમની વાડીમાં ઉક્ત બન્ને તેમના ભાઈના દિકરાઓએ બાજરીના થડીયા નાખ્યા હતા. જેમને વાડીમાંથી થડીયા લઈ લેવાનું કહેતા ઉક્ત બન્ને હાથમાં પાઈપ લઈને આવી અપશબ્દો કહી પાઈપ અને ધારિયા વડે માર મારી મુંઢ ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે પાલિતાણા ગ્રામ્ય પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.