કુંભારવાડામાં જુગારની બાજી માંડી બેઠેલા આઠ શખ્સ ઝબ્બે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

બોરતળાવ પોલીસીની મોટી કાર્યવાહી
પોલીસે પટમાં પડેલા રોકડા રૃા. ૧૨ હજાર કબજે લઈ તપાસ હાથ ધરી
ભાવનગર - ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં ખુલ્લી જગ્યામાં ગંજીપત્તા વડે જુગાર રમતા ૮ શખસોને બોરતળાવ પોલીસે બાતમીના આધારે રેઇડ કરીને રંગેહાથ ઝડપી લીધા છે.
બોરતળાવ પોલીસ મથકનો સ્ટાફ વાહન ચેકિંગમાં હતા, તે દરમિયાન કુંભારવાડા અમર સોસાયટી, કોળી જ્ઞાાતિની વાડી પાસે પ્લોટ નં. એ/૬૧ ની સામે ખુલ્લી જગ્યામાં કેટલાક શખ્સો ગોળ કુંડાળું વળીને હારજીતનો જુગાર રમી રહ્યા હોવાની ચોક્કસ બાતમી મળી હતી. પોલીસે દરોડો પાડી સ્થળ પરથી બાબુ રાઠોડ, રણજીત ચૌહાણ, સંજય કંટારીયા, નરેન્દ્રસિંહ વાળા, ભાવેશ મકવાણા, રાજેશ મકવાણા, જસંવત વાળા અને દિનેશ બારૈયાને ઝડપી લીધા હતા. પટમાંથી ગંજીપત્તાના ૫૨ પાના અને રોકડા રૃ. ૧૨,૫૨૦ કબ્જે કરવામાં આવ્યા છે. તમામ સામે જુગારધારા કલમ-૧૨ હેઠળ ગુનો નોંધી કાયદેસરની અટકાયત કરવામાં આવી છે.




