Bhavnagar

ભાવનગર જિલ્લામાં આજે આંગણવાડીથી લઇ શાળા-કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ

By GS Team
31 Jul 20261 min read
TukuTouch Logo
ભાવનગર જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે તંત્ર એલર્ટ બન્યું છે. જિલ્લા કલેક્ટર ડૉ. મનીષ બંસલે 31 જુલાઈના રોજ તમામ આંગણવાડી, શાળા-કોલેજોમાં વિદ્યાર્થીઓ માટે રજા જાહેર કરી છે. વાલીઓને બાળકોને બહાર ન મોકલવા અને સાવચેતી રાખવા અપીલ કરાઈ છે. શિક્ષકો અને કર્મચારીઓને હાજર રહેવા સૂચના અપાઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ભાવનગર જિલ્લામાં આજે આંગણવાડીથી લઇ શાળા-કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ

ભારે વરસાદની આગાહીના પગલે

વાલીઓ-બાળકોને અનાવશ્યક બહાર મોકલવાનું ટાળે, જરૃરી સાવચેતી રાખવા અપીલ

ભાવનગર -  આગામી ત્રણ દિવસની વરસાદની આગાહીના પગલે વહિવટી તંત્ર પણ એલર્ટ મોડમાં આવ્યું છએ અને ખાસ કરીને આવતીકાલે તા.૩૧ના રોજ જિલ્લાની તમામ આંગણવાડી, શાળા-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. સાથે સાવચેતી રાખવા પણ તાકીદ કરાઇ છે.

હવામાન વિભાગ દ્વારા ભાવનગર જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવતા વિદ્યાર્થીઓની સલામતીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતાં જિલ્લા કલેક્ટર ડા. મનીષ બંસલે આવતીકાલે તા.૩૧ જુલાઈ, ૨૦૨૬ના રોજ જિલ્લાના તમામ સરકારી, અનુદાનિત અને ખાનગી આંગણવાડી કેન્દ્રો, પ્રાથમિક શાળાઓ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ તેમજ કોલેજોમાં વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનો નિર્ણય લીધો છે. ભાવનગર જિલ્લાની તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક કાર્ય સંપૂર્ણપણે બંધ રહેશે. જોકે, શાળા-કોલેજના આચાર્યો, શિક્ષકો તથા અન્ય કર્મચારીઓએ નિયમિત સમયસર હાજર રહી જરૃરી વહીવટી કામગીરી બજાવવાની રહેશે. જિલ્લા કલેક્ટર ડા. મનીષ બંસલે વાલીઓ અને નાગરિકોને અનુરોધ કર્યો છે કે ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખી બાળકોને અનાવશ્યક બહાર મોકલવાનું ટાળે તેમજ હવામાન વિભાગ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સમયાંતરે આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરે તથા આ સીઝનમાં જરૃરી સાવચેતી રાખવા અપીલ કરાઇ છે.