Bhavnagar

સાંઢીડા નજીક ઉભેલા ડમ્પર પાછળ આઈશર ઘૂસી જતાં ચાલકનું કમકમાટી ભર્યું મોત

By GS Team
7 Oct 20262 mins read
TukuTouch Logo
ધોલેરા એક્સપ્રેસ હાઈવે પર સાંઢીડા નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ઊભેલા ડમ્પર પાછળ આઈશર ટ્રક અથડાતા ઉત્તર પ્રદેશના 54 વર્ષીય ચાલક સીતારામ યાદવનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. 2 દિવસમાં જ આ બીજો ગંભીર અકસ્માત છે. હાઈવે પર ઉભા રહેતા ભારે વાહનો અને વાહનચાલકોની સુરક્ષા સામે ગંભીર સવાલો ઉભા થયા છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સાંઢીડા નજીક ઉભેલા ડમ્પર પાછળ આઈશર ઘૂસી જતાં ચાલકનું કમકમાટી ભર્યું મોત

ધોલેરા એક્સપ્રેસ હાઈવે બલડ ઝોન બન્યો

બે જ દિવસમાં હાઈવે પર બીજો ગંભીર અકસ્માત,રોડ પર ખડકાતા ભારે વાહનો અને વાહનચાલકોની સુરક્ષા સામે ઊઠયા ગંભીર સવાલો

ધંધુકા -  ધોલેરા એક્સપ્રેસ હાઈવે પર અકસ્માતોની શ્રેણી યથાવત રહી છે. આજે (૬ ઓક્ટોબર) વહેલી સવારે સાંઢીડા નજીક એક દર્દનાક અકસ્માત સર્જાયો હતો, જેમાં હાઈવે પર ઉભેલા ડમ્પર પાછળ પૂરઝડપે આવતી આઈશર ટ્રક અથડાતા આઈશર ચાલકનું ઘટનાસ્થળે જ કરૃણ મોત નીપજ્યું હતું.

મળતી વિગતો અનુસાર, સવારે આશરે ૭-૦૦ વાગ્યાના અરસામાં સાંઢીડા ગામ નજીક રોડ સાઈડ પર એક ડમ્પર ઉભું હતું. આ દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલી આઈશર ગાડી ડમ્પરના પાછળના ભાગે ધડાકાભેર અથડાઈ હતી. ટક્કર એટલી ભયાનક હતી કે આઈશરનો આગળનો ભાગ કચડાઈ ગયો હતો અને ચાલકનું સ્થળ પર જ પ્રાણપંખેરું ઊડી ગયું હતું.અકસ્માતમાં મૃત્યુ પામનાર આઈશર ચાલકની ઓળખ સીતારામ યાદવ (ઉં.વ. ૫૪, રહે. ઉત્તર પ્રદેશ) તરીકે થઈ છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનીય પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહને કબજે કરી પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી હતી અને અકસ્માત અંગે કાયદેસરનો ગુનો નોંધી વધુ તપાસ શરૃ કરી છે.અકસ્માતને કારણે એક્સપ્રેસ હાઈવે પર થોડા સમય માટે વાહનવ્યવહાર ખોરવાયો હતો. જોકે, પોલીસે ત્વરિત કામગીરી કરી અકસ્માતગ્રસ્ત વાહનોને ક્રેન વડે રોડ પરથી હટાવી ટ્રાફિક હળવો કર્યો હતો.ઉલ્લેખનીય છે કે, માંડ બે દિવસ અગાઉ જ ધોલેરા ચાંદની હોટલ નજીક બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં બંને વાહનોને ભારે નુકસાન થયું હતું. ટૂંકા સમયગાળામાં સતત બીજા અકસ્માતને પગલે હાઈવે પર બિનઅધિકૃત રીતે ઉભા રહેતા ભારે વાહનો સામે કાર્યવાહી કરવા અને રાત્રિ કે વહેલી સવારના સમયે વાહનચાલકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા સ્થાનિકો તથા વાહનચાલકોમાં ઉગ્ર માંગ ઉઠી છે.