Bhavnagar

ભાવનગરમાં જિલ્લા અને મનપા કક્ષાની રાસગરબા સ્પર્ધા યોજાશે

By GS Team
25 Sep 20261 min read
TukuTouch Logo
ભાવનગરમાં જિલ્લા અને મહાનગરપાલિકા કક્ષાએ નવરાત્રિ રાસ-ગરબા સ્પર્ધાનું આયોજન થયું છે. યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ દ્વારા યોજાનારી આ સ્પર્ધામાં રાસ, પ્રાચીન અને અર્વાચીન ગરબા એમ 3 વિભાગ રહેશે. 14 થી 40 વર્ષની વયમર્યાદા ધરાવતી સંસ્થાઓ 28 સપ્ટેમ્બર સુધીમાં પ્રવેશપત્રો મોકલી શકશે. પ્રથમ વિજેતા રાજ્યકક્ષાએ ભાવનગરનું પ્રતિનિધિત્વ કરશે.

Summarized by AI; it may make mistakes. Check important info

ભાવનગરમાં જિલ્લા અને મનપા કક્ષાની રાસગરબા સ્પર્ધા યોજાશે

૨૮મી સુધી સંસ્થાઓ-મંડળો પ્રવેશપત્રો મોકલી શકશે

રાસ, પ્રાચીન અને અર્વાચીન ગરબા સ્પર્ધાનું આયોજન, પ્રથમ ક્રમાંક મેળવનાર રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે

ભાવનગર -  ભાવનગરમાં જિલ્લા અને મહાનગરપાલિકા કક્ષાએ નવરાત્રિ રાસગરબા સ્પર્ધાનું આયોજન કરાયું છે. ત્રણ વિભાગમાં યોજાનારી આ સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરનાર મંડળો/સંસ્થાઓ રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ભાવનગરનું પ્રતિનિધિત્વ કરશે.

યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ-ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિની કચેરી-ભાવનગર દ્વારા જિલ્લા અને મનપા કક્ષાએ નવરાત્રિ રાસગરબા સ્પર્ધાનું આયોજન કરાયું છે. રાસ, પ્રાચીન ગરબા અને અર્વાચીન ગરબા મળી ત્રણ વિભાગમાં યોજાનારી આ સ્પર્ધામાં ભાગ લેવા ઈચ્છતી સંસ્થા/મંડળો ડીવાડીઓબીવીઆર.બ્લોગસ્પોટ.કોમ અથવા જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી ખાતેથી પ્રવેશપત્ર મેળવી ૨૮મી સપ્ટેમ્બર બપોરે ૧૨ કલાક સુધીમાં જરૃરી વિગતો સાથેના પ્રવશેપત્રો ભરી જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિની કચેરી, જી/૧૨, ગ્રાઉન્ડ ફ્લોર, એનેક્સી બિલ્ડીંગ, બહુમાળી ભવન, ભાવનગર ખાતે મોકલી આપવાના રહેશે. પ્રાચીન અને અર્વાચીન ગરબા વિભાગ માટે ૧૪થી ૩૫ અને રાસગરબા સ્પર્ધા માટે ૧૪થી ૪૦ વર્ષની વયમર્યાદા રહેશે. સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવનાર આગામી સમયમાં યોજાનારી રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા જશે તેમ જણાવાયું છે.