Bhavnagar

મહુવાના અમૃતવેલ ગામે દંપતિને બે શખ્સે માર માર્યો

By GS Team
2 Sep 20261 min read
TukuTouch Logo
ભાવનગરના મહુવા તાલુકાના અમૃતવેલ ગામે દારૂ પીવાના ખોટા આક્ષેપ બાબતે ઝઘડો થયો હતો. પુત્ર પર ખોટા આરોપો લગાવતા લલિત રામજીભાઈ ગોહિલ અને લખમણ કેશુભાઈ ગોહિલે મંજુલાબેન અને તેમના પતિને લાકડાના ધોકા વડે માર માર્યો. આ બનાવ અંગે મહુવા ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં 2 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

મહુવાના અમૃતવેલ ગામે દંપતિને બે શખ્સે માર માર્યો

બન્ને શખ્સ સામે મહુવા ગ્રામ્ય પોલીસમાં ફરિયાદ

દિકરા પર ખોટો આક્ષેપ કેમ કરો છો તેવું કહેતા લાકડાના ધોકા વડે માર માર્યો

ભાવનગર -  મહુવા તાલુકાના અમૃતવેલ ગામે પુત્ર પર ખોટા આક્ષેપ કેમ કરો છો તેવું કહેતા દંપતિને બે શખ્સે લાકડાના ધોકા વડે માર માર્યા અંગેની પોલીસ ફરિયાદ મહુવા ગ્રામ્ય પોલીસ મથકમાં નોંધાઈ છે.

મહુવા તાલુકાના અમૃતવેલ ગામે રહેતા અને માઢીયા પીએચસી સેન્ટરમાં આશા વર્કર સુપરર્વાઈઝર તરીકે ફરજ બજાવતા મંજુલાબેન અરવિંદભાઈ ગોહિલે મહુવા ગ્રામ્ય પોલીસ મથકમાં તેમના ગામના લલીત રામજીભાઈ ગોહિલ અને લખમણ કેશુભાઈ ગોહિલ સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેમને નોકરીમાં જવાનું હોવાથી તેમના દિકરા બહાર બેસેલા હોય તેમને ઘરે બોલાવવા ગયા ત્યારે ઉક્ત તેમના કુટુંબી સગા લલીતભાઈએ તમારા બન્ને દિકરા દારૃ પિતા હોવાનું જણાવ્યું હતું. જેમને ખોટા આક્ષેપો કેમ કરો છે તેવું કહેતા ઉક્ત બન્ને ઉશ્કેરાઈને તેમને તથા તેમના પતિને લાકડાના ધોકા વડે માર માર્યો હતો. આ અંગે મહુવા ગ્રામ્ય પોલીસે ગુનો નોંધ્યો છે.