જેસર તાલુકાના કોબાડિયા ગામે દંપતિને માર મારી ધમકી આપી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

જેસર પોલીસ મથકમાં ગુનો નોંધાયો
ફળિયામાંથી નાળિયેરી કાઢી નાખવા કહી અને રસ્તામાં ચાલવાની ના પાડી માર માર્યો
ભાવનગર - જેસર તાલુકાના કોબાડિયા ગામે ફળિયામાંથી નાળિયેરી કાઢી નાખવા અને રસ્તામાંથી ચાલવાની ના પાડી બે શખ્સે દંપતિને માર મારી ધમકી આપ્યા અંગેની પોલીસ ફરિયાદ જેસર પોલીસ મથકમાં નોંધાતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જેસર તાલુકાના કોબાડિયા ગામ વાડી વિસ્તારમાં રહેતા બાઘાભાઈ નાનજીભાઈ સરવૈયાએ જેસર પોલીસ મથકમાં ખોડા વામાભાઈ ભંમર અને દેહુર વામાભાઈ ભંમર (બન્ને રહે.કોબાડિયા) સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં ગત તા.૨૪-૮ના રોજ તેઓ તેમના માલઢોર ચરાવીને ઘરે આવતા હતા ત્યારે વાડીના કેડામાં ઉક્ત બન્ને લોખંડના પાઈપ લઈને ઉભા રહી તેમને ફળિયામાંથી નાળિયેરી કાઢી નાખવાનું કહી તથા રસ્તામાંથી ચાલવાની ના પાડી હતી. જેમને નાળિયેરી તેમના ફળિયામાં છે અને રસ્તે ચાલવાનો મારો હક્ક છે તેમ કહેતા ઉક્ત બન્નેએ ઉશ્કેરાઈ જઈ લોખંડના પાઈપ વડે માર મારી ઈજા પહોંચાડી હતી. તેમજ તેમનો ફોન તોડી નાખ્યો હતો. આ દરમિયાન તેમના પત્નિ તેમને બચાવવા માટે વચ્ચે પડતા તેમને પણ પાઈપનો ઘા મારી ઈજા કરી હતી. આ અંગે જેસર પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.




