Bhavnagar

દેશી દારૃની ભઠ્ઠીઓ ઝડપાઈ, દારૃ અને આથા સહિત રૃા.૧.૧૪ લાખનો મુદ્દામાલ જપ્ત

By GS Team
8 Oct 20262 mins read
TukuTouch Logo
ભાવનગરમાં પોલીસે ગેરકાયદેસર દારૂની પ્રવૃત્તિઓ પર લાલ આંખ કરી છે. વરતેજ અને LCB ટીમે ઘોઘાના ભીકડા, નાના ખોખરા ગામ અને મહુવામાં 4 સ્થળોએ દરોડા પાડ્યા. પોલીસે ચાલુ ભઠ્ઠીઓ, દેશી દારૂ અને આથાનો રૂ. 1,14,300નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. કેટલાક બુટલેગરો ફરાર થયા, જ્યારે કેટલાકની ધરપકડ થઈ. આ કાર્યવાહીથી બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

દેશી દારૃની ભઠ્ઠીઓ ઝડપાઈ, દારૃ અને આથા સહિત રૃા.૧.૧૪ લાખનો મુદ્દામાલ જપ્ત

વરતેજ અને મહુવામાં પોલીસના દરોડા

ભાવનગર જિલ્લામાં દેશી દારૃના ધામો પર પોલીસ ત્રાટકી, ચાર સ્થળે દેશી દારૃ બનાવવાની ચાલુ ભઠ્ઠીઓ પકડાઈ, બુટલેગરોમાં ફફડાટ

ભાવનગર -  ભાવનગર જિલ્લામાં ગેરકાયદેસર દારૃની પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા માટે પોલીસે લાલ આંખ કરી છે. વરતેજ પોલીસ અને એલસીબી ટીમે અલગ-અલગ ચાર સ્થળોએ સફળ દરોડા પાડીને દેશી દારૃ બનાવવાની ચાલુ ભઠ્ઠીઓ તેમજ મોટા પ્રમાણમાં દારૃ અને આથાનો જથ્થો ઝડપી પાડયો છે. આ ચારેય દરોડા દરમિયાન પોલીસે કુલ રૃ. ૧,૧૪,૩૦૦ નો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રથમ દરોડામાં વરતેજ પોલીસે ઘોઘા તાલુકાના ભીકડા ગામના ભોજા આપાના છાપરા વિસ્તારમાં દરોડો પાડયો હતો. જ્યાં લાલા સોમાભાઈ બલીયા જાહેરમાં દેશી દારૃ ગાળવાની ચાલુ ભઠ્ઠી ચલાવી રહ્યો હતો.૮૦ લિટર દેશી દારૃ, ૨૦૦ લિટર ગરમ આથો, ૪૦૦ લિટર ઠંડો આથો તેમજ બેરલ અને સાધનો (કુલ કિંમત રૃ. ૩૨,૩૬૦),દરોડા દરમિયાન આરોપી હાજર મળી આવ્યો ન હતો. પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી તેને પકડવા ચક્ર ગતિમાન કર્યા છે.બીજા બનાવમાં વરતેજ પોલીસે નાના ખોખરા ગામની સીમમાં આવેલા ડુંગર વિસ્તારમાં દરોડો પાડીને દેશી દારૃની ચાલુ ભઠ્ઠી પકડી પાડી હતી. દારૃ, ગરમ-ઠંડો આથો અને ભઠ્ઠીના સાધનો મળી કુલ રૃ. ૧૩,૯૪૦ નો મુદ્દામાલ સાથે પોલીસે સ્થળ પરથી આરોપી રાજેન્દ્રસિંહ ઉર્ફે રાજભા ગોહિલની અટકાયત કરી છે, જ્યારે તેનો સાગરીત વિક્રમ ઘોયલ ફરાર થઈ જવામાં સફળ રહ્યો હતો.જ્યારે ત્રીજા દરોડામાં વરતેજ પોલીસ સ્ટાફે ગત રાત્રે ભીકડા ગામે માલેશ્રી નદીના કાંઠે આવેલી બાવળની કાંટમાં સઘન ચેકિંગ હાથ ધર્યું હતું.પોલીસે ૧૫ લીટર દેશી દારૃ, ૮૦૦ લીટર આથો અને ૪ પ્લાસ્ટિકના ટીપણા મળી કુલ રૃ. ૨૩,૮૦૦ નો મુદ્દામાલ કબજે કરી ભીમદેવસિંહ પ્રવિણસિંહ ગોહિલ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરાઈ છે.ચોથા બનાવમાં મહુવાના લાતીબજાર પાંજરાપોળ પાછળ એલસીબી પોલીસે ગુપ્ત બાતમીના આધારે દરોડો પાડયો હતો.પોલીસે ૨૧ લીટર દેશી દારૃ (રૃ. ૪,૨૦૦) અને એક સ્કૂટર (રૃ. ૪૦,૦૦૦) મળી કુલ રૃ. ૪૪,૨૦૦ નો મુદ્દામાલ કબજે લીધો છે. પોલીસની ગાડી આવતી જોઈને દારૃનું વેચાણ કરતા દર્શનવન ગૌસ્વામી અને સતીષ ગૌસ્વામી નામના બે ભાઈઓ સ્કૂટર મૂકીને નાસી છૂટયા હતા. પોલીસે બંને સામે ગુનો નોંધી શોધખોળ શરૃ કરી છે.