Bhavnagar

ધંધુકા-ધોલેરા રોડ પર ગ્રાહક સુરક્ષા અધિકારી પર હુમલો, સરકારી ફરજમાં રૃકાવટ કરી

By GS Team
21 Aug 20262 mins read
TukuTouch Logo
ધોલેરામાં કાનૂની માપ વિજ્ઞાાન વિભાગના સિનિયર નિરીક્ષક જિજ્ઞાાબેન ચૌહાણ અને તેમની ટીમ પર હુમલો થયો. પીપોળી ગામ પાસેની હાઈવે હોટેલમાં તપાસ દરમિયાન વધુ ભાવ લેવાતા દંડની કાર્યવાહી થતા, હોટેલ સંચાલક પિતા અને 3 પુત્રોએ અધિકારીઓને માર મારી, 1 લાખનો મોબાઈલ છીનવી પાણીમાં ફેંકી દીધો. પોલીસે 4 સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ધંધુકા-ધોલેરા રોડ પર ગ્રાહક સુરક્ષા અધિકારી પર હુમલો, સરકારી ફરજમાં રૃકાવટ કરી

પિતા અને ત્રણ પુત્ર સહિત ચાર વિરૃધ્ધ એફઆઈઆર

સરકારી અધિકારી સાથે બોલાચાલી કરી માર માર્યો, મોબાઇલ આંચકી વરસાદી પાણી ભરેલા ખાડામાં ફેંકી દીધા

ચેકિંગ દરમિયાન હોટેલ સંચાલકોએ બોલાચાલી કરી માર માર્યોત કાર-મોબાઈલની તોડફોડ કરી મોંઘો ફોન ઝૂંટવી લીધો

ધંધુકા -  અમદાવાદ જિલ્લાના ધોલેરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાનૂની માપ વિજ્ઞાાન અને ગ્રાહક સુરક્ષા વિભાગના સીનિયર નિરીક્ષક પર ફરજ દરમિયાન જીવલેણ હુમલો થવાની ગંભીર ઘટના સામે આવી છે.હોટલ સંચાલકોએ સરકારી ફરજમાં રૃકાવટ કરી હુમલો કરી મોબાઈલ આંચકી પાણી ભરેલા ખાડામાં ફેંકી દીધા હતા.

અમદાવાદ ખાતે રહેતા અને માપવિજ્ઞાાન વિભાગના સીનિયર નિરીક્ષક જિજ્ઞાાબેન મહેન્દ્રકુમાર ચૌહાણ તથા તેમની ટીમ પીપોળી ગામ પાસે આવેલી હાઇવે હોટેલ પર ઓચિંતી તપાસ માટે પહોંચ્યા હતા. તપાસ દરમિયાન હોટેલમાં પેક્ડ વસ્તુઓ પર વધુ ભાવ લેવાતો હોવાનું માલૂમ પડતાં નિયમ મુજબ દંડકીય કામગીરી શરૃ કરવામાં આવી હતી.આ કામગીરીથી ઉશ્કેરાઈને હોટેલના સંચાલકો - મયુરરાજસિંહ ચુડાસમા, ઘનશ્યામસિંહ ચુડાસમા, ઇન્દ્રજિતસિંહ ચુડાસમા અને નિત્યરાજસિંહ ચુડાસમા (તમામ રહે. પીપોળી) એ અધિકારીઓ સાથે ગાળાગાળી કરી ઝઘડો શરૃ કર્યો હતો.પિતા અને ત્રણ પુત્રએ અમારે કોઈ દંડ ભરવો નથી તેમ કહી જિજ્ઞાાબેન અને તેમની સાથેના ડ્રાઇવર દીપકભાઈ સાથે મારપીટ કરી હતી. એટલું જ નહીં, ચારેય શેખર સરકારી ટીમ પર હુમલા કરી  જિજ્ઞાાબેનના હાથમાંથી રૃ. ૧,૦૦,૦૦૦ની કિંમતનો મોબાઇલ ફોન પણ આંચકી લીધો હતો.અને ડ્રાઇવરનો મોબાઇલ રૃ.૨૫ હજારનો આંચકી પાણી ભરેલા ખાડામાં ફેંકી દીદી હતો.આ મામલે જિજ્ઞાાબેન ચૌહાણે ધોલેરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ચારેય  સામે સરકારી કામકાજમાં અડચણ ઊભી કરવી, હુમલો કરવો, તોડફોડ કરવી, લૂંટ અંગે બીએનએસની સેક્શન ૨૨૧, ૧૨૧, ૩૫૨, ૩૨૪(૫), અને ૫૪ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.