મહુવા માર્કેટિંગ યાર્ડના કમિશન એજન્ટને માર મારી ધમકી આપી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

મહુવા પોલીસ મથકમાં ગુનો નોંધાયો
પૈસાની ઉઘરાણી કરીને બે શખ્સે અપશબ્દો કહી ઓફિસમાં તોડફોડ કરી નુકસાન કર્યું
ભાવનગર - મહુવા માર્કેટિંગ યાર્ડના કમિશન એજન્ટ પાસે પૈસાની ઉઘરાણી કરીને બે શખ્સે માર મારી ધમકી આપ્યા આપી ઓફિસમાં તોડફોડ કર્યાં અંગેની પોલીસ ફરિયાદ મહુવા પોલીસ મથકમા નોંધાતા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
મહુવા ખાતે રહેતા અને મહુવા માર્કેટિંગ યાર્ડમાં કમિશન એજન્ટનું કામ કરતા પ્રવિણભાઈ બાબુભાઈ જોષીએ મહુવા પોલીસ મથકમાં ઘનશ્યામ મધુભાઈ વઘાસિયા (રહે.મોટા મુંજીયાસર, તા.બગસરા, જી.અમરેલી) અને કમલેશ ભાલીયા (રહે.મહુવા) સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં ઉક્ત બન્ને તેમની ઓફિસે આવી 'તમારા ભત્રીજા તુષારભાઈ મારી સાથે ધંધો કરતા હતા જેના રૃપિયા બાકી છે તે મને અપાવી દો' તેમ જણાવતા અમારે તેની સાથે કોઈ લેવાદેવ નથી તેવો જવાબ આપતા ઉક્ત બન્ને ઉશ્કેરાઈને તેમના પર હુમલો કરી મુંઢ માર મારી અપશબ્દો કહી તેમની ઓફિસમાં પડેલું કેશ કાઉન્ટિંગ મશિનનો તેમના પર ઘા કરી મશીન તોડી નાખી નુકસાન કર્યું હતું. તેમજ જતાં-જતાં તેમને કહેલ કે તું તારા ભત્રીજાના પૈસા નહી પતાવ તો તને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. આ અંગે મહુવા પોલીસે ગુનો નોંધ્યો છે.




