Bhavnagar

નિષ્કલંક મહાદેવ કોળિયાક બીચ પર ક્લીનલિનેસ ડ્રાઇવનું આયોજન

By GS Team
20 Sep 20261 min read
TukuTouch Logo
ભાવનગરના કોળિયાક બીચ પર ભાદરવી અને ઋષિપાંચમના મેળા બાદ SS ઇજનેરી કોલેજના 55 NSS વિદ્યાર્થીઓએ 'સ્વચ્છ સાગર સુરક્ષિત સાગર 5.0' અભિયાન અંતર્ગત ક્લીનલિનેસ ડ્રાઇવ યોજી હતી. તેમણે મોટી માત્રામાં પ્લાસ્ટિક કચરો એકત્ર કરી નાશ કર્યો. આ પહેલનો હેતુ દરિયાઈ પર્યાવરણનું રક્ષણ અને સ્વચ્છતા અંગે જનજાગૃતિ ફેલાવવાનો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

નિષ્કલંક મહાદેવ કોળિયાક બીચ પર ક્લીનલિનેસ ડ્રાઇવનું આયોજન

ભાદરવી અને ઋષિપાંચમના મેળા બાદ

એસ.એસ. ઇજનેરી કોલેજના એનએસએસના વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં પ્લાસ્ટિક કચરો એકત્ર કરી નાશ કર્યો

ભાવનગર -  દરિયા કાંઠાની સ્વચ્છતા, દરિયાઇ પર્યાવરણનું રક્ષણ અને જનજાગૃતિ ફેલાવવાના હેતુ સાથે નિષ્કલંક મહાદેવ કોળિયાક બીચ પર ક્લીનલિનેસ ડ્રાઇવ યોજાઇ હતી. જો કે, તાજેતરમાં ભાદરવી અને ઋષિપાંચમના મેળા બાદ બીચ પર મોટી સંખ્યામાં પ્લાસ્ટિક કચરો એકત્ર કરી નાશ કરાયો હતો.

આંતરરાષ્ટ્રીય દરિયાકાંઠા સફાઇ દિવસ-૨૦૨૬ નિમિત્તે 'સ્વચ્છ સાગર સુરક્ષિત સાગર ૫.૦' અભિયાન અંતર્ગત ભાવનગર જિલ્લાના નિષ્કલંક મહાદેવ, કોળિયાક બીચ ખાતે બીચ ક્લીનલિનેસ ડ્રાઇવ યોજાઇ હતી. નીઓટ, નીડ મિશન, વિજ્ઞાાન ભારતી-વિજ્ઞાાન ગુર્જરી, પૃથ્વી વિજ્ઞાાન મંત્રાલય સહિતની સંસ્થાઓના સહયોગથી યોજાયેલા આ બીચ ક્લીનલિનેસ ડ્રાઇવ ગુજરાતના અલગ અલગ બીચ પર તા.૧૨ થી ૧૯ સપ્ટેમ્બર દરમિયાન યોજાઇ રહી છે. શાંતિલાલ શાહ ઇજનેરી કોલેજ, ભાવનગરના શિક્ષકો તથા ૫૫ જેટલા એનએસએસ તેમજ અન્ય વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઇ નિષ્કલંક મહાદેવ, કોળઇયાક બીચ પર સફાઇ કામગીરી કરી હતી. કાર્યક્રમ દરમિયાન રેલી તથા વિવિધ પોસ્ટરો દ્વારા સ્વચ્છ દરિયાકાંઠો, પ્લાસ્ટિકમુક્ત દરિયો અને દરિયાઇ પર્યાવરણના સંરક્ષણ અંગે જનજાગૃતિ ફેલાવવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ સ્વચ્છ દરિયો જાળવવાનો સંકલ્પ લીધો હતો.