બોટાદમાં રીક્ષાનો વારો લેવા બાબતે અથડામણ, યુવક પર છરી વડે હુમલો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

બોટાદ ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ
બરવાળા-બોટાદ રૃટની રીક્ષા ચલાવવાની બાબતે ઉશ્કેરાયેલા શખ્સે લોહિયાળ ખેલ ખેલ્યો
ભાવનગર - બોટાદના હાઈસ્કૂલ ત્રણ રસ્તા પાસે રીક્ષાનો વારો લેવા બાબતે થયેલી બોલાચાલીમાં યુવક પર છરી વડે શખ્સે હુમલો કરી ઇજા પહોંચાડી ધમકી આપી હતી.
બોટાદના ગાયત્રીનગરમાં રહેતા અને ડ્રાઇવિંગનો વ્યવસાય કરતા રાજેશભાઈ ભગવાનભાઈ મેર નામના યુવકે એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, કાળુ પાલજીભાઈ ચૌહાણ બોટાદ-બરવાળા રૃટ પર ક્રમ વગર મનસ્વી રીતે રીક્ષામાં પેસેન્જર ભરતા હતા. આ અંગે રાજેશભાઈ કુકડીયાએ અન્ય મિત્રોને વાત કરતા, કાળુ હાઈસ્કૂલ ત્રણ રસ્તે આવતાં જ તમામ લોકોએ તેમને નિયમ મુજબ વારા પ્રમાણે રીક્ષા ચલાવવા સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. તકરાર દરમિયાન ઉશ્કેરાઈ ગયેલા કાળુએ રાજેશભાઈ કુકડીયાને ડાબા ગાલે લાફો મારી દીધો હતો. વચ્ચે પડીને છોડાવવા ગયેલા રાજેશભાઈ ભગવાનભાઈ મેર પર કાળુએ ખિસ્સામાંથી ધાતુની છરી કાઢીને જમણા હાથે ઘા મારી દીધો હતો. સ્થાનિકોએ વચ્ચે પડીને યુવકને વધુ મારથી બચાવ્યો હતો.હુમલો કર્યા બાદ કાળુભાઈ ચૌહાણે હવે પછી અહીં દેખાઈશ તો જાનથી મારી નાખીશ અને ફરિયાદ કરીશ તો ખોટી એટ્રોસિટીમાં ફસાવી દઈશ તેવી ધમકી આપી ફરાર થઈ ગયો હતો. ઈજાગ્રસ્ત યુવકે સોનાવાળા હોસ્પિટલ બોટાદ ખાતે પ્રાથમિક સારવાર લીધી હતી. સામાજિક સ્તરે સમાધાનની વાતચીત નિષ્ફળ જતાં આખરે બોટાદ ટાઉન પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.




