Bhavnagar

પીપળી ગામની સીમમાંથી વિદેશી દારૃનો જથ્થો ભરેલી કાર મળી, બુટલેગર ફરાર

By GS Team
11 Aug 20261 min read
TukuTouch Logo
ધોલેરા પોલીસે અણંદપુર-કમીયાળા એપ્રોચ રોડ પરથી વરસાદી પાણીમાં ફસાયેલી એક કારમાંથી રૂ. 5.89 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. બુટલેગર કાર મૂકી ફરાર થયો હતો. પોલીસે કુલ રૂ. 12.89 લાખનો મુદ્દામાલ કબજે કરી અજાણ્યા કારચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

પીપળી ગામની સીમમાંથી વિદેશી દારૃનો જથ્થો ભરેલી કાર મળી, બુટલેગર ફરાર

રોડની ધારી પર ભરાયેલા વરસાદી પાણીમાં કાર ફસાઈ હતી

ધોલેરા પોલીસે વિદેશી દારૃ, કાર મળી રૃા.૧૨.૮૯ લાખનો મુદ્દામાલ કબ્જે લીધો

ધંધુકા -  ધોલેરા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવતા અણંદપુર-કમીયાળા એપ્રોચ રોડ પરથી પોલીસે બિનવારસી હાલતમાં પડેલી એક કારમાંથી રૃ. ૫.૮૯ ની કિંમતનો વિદેશી દારૃનો મોટી માત્રામાં જથ્થો ઝડપી પાડયો છે. વરસાદી પાણીમાં કાર ફસાઈ જતાં બૂટલેગર વાહન મૂકીને નાસી છૂટયો હતો.

મળતી વિગતો અનુસાર, ધોલેરા પોલીસ મથકના કર્મચારીઓ પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે અણંદપુર ગામની સીમમાં એક શંકાસ્પદ સફેદ કલરની  કાર  (નંબર જીજે-૩૬-એફ-૨૦૪૬) પડેલી છે. પોલીસે સ્થળ પર તપાસ કરતાં કાર રોડની ધારી પર ભરાયેલા વરસાદી પાણીમાં ફસાયેલી અને બંધ હાલતમાં મળી આવી હતી.સ્થાનિક ટ્રેક્ટરની મદદથી કારને પાણીમાંથી બહાર કાઢી તલાશી લેતાં, ગાડીની વચ્ચેની સીટ તેમજ ડેકીમાંથી વિદેશી દારૃની ૩૯૪ બોટલો મળી આવી હતી.પોલીસે રૃ. ૫.૮૯ લાખની કિંમતનો દારૃ અને રૃ. ૭ લાખની કિંમતની કાર મળીને કુલ રૃ. ૧૨,૮૯,૮૧૮ નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ મામલે અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.