Bhavnagar

ભાવનગર નકલી દારૂકાંડનો માસ્ટરમાઇન્ડ રઈસ ભોપાલથી ઝડપાયો, અદાલતે 9 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા

By GS Team
21 Aug 20262 mins read
TukuTouch Logo
ભાવનગરના ચર્ચિત નકલી દારૂકાંડના માસ્ટરમાઇન્ડ રઈસ ઉર્ફે રઈસ અહમદ ગાસી બાબુ અન્સારીને ગુજરાત પોલીસે મધ્યપ્રદેશના ભોપાલથી ઝડપી પાડ્યો છે. લોકેશન અને ટેકનિકલ સર્વેલન્સથી તેને ઝડપી, ભાવનગર લાવી કોર્ટમાં રજૂ કરાયો. કોર્ટે ગુનાની ગંભીરતા જોતા રઈસના 9 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. હવે આ કૌભાંડનું મૂળ અને આંતરરાજ્ય નેટવર્ક ખુલ્લું પડશે.

Summarized by AI; it may make mistakes. Check important info

ભાવનગર નકલી દારૂકાંડનો માસ્ટરમાઇન્ડ રઈસ ભોપાલથી ઝડપાયો, અદાલતે 9 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા

Bhavnagar Lathakand : ભાવનગરના ચર્ચિત નકલી દારૂકાંડમાં ગુજરાત પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા સાંપડી છે. આ સમગ્ર કૌભાંડના માસ્ટરમાઇન્ડ ગણાતા રઈસ ઉર્ફે રઈસ અહમદ ગાસી બાબુ અન્સારીની પોલીસે મધ્યપ્રદેશના ભોપાલ ખાતેથી અટકાયત કરી ધરપકડ કરી લીધી છે.

ભાવનગર નકલી દારૂકાંડનો માસ્ટરમાઇન્ડ રઈસ ભોપાલથી ઝડપાયો

ઘટના બાદ મધ્યપ્રદેશમાં છુપાઈ ગયેલા રઈસને લોકેશન અને ટેકનિકલ સર્વેલન્સના આધારે ગુજરાત પોલીસની ટીમે ઝડપી પાડ્યો હતો. કાનૂની પ્રક્રિયા પૂર્ણ કરીને તેને ભાવનગર લાવવામાં આવ્યો હતો, જ્યાં શુક્રવારે(21 ઓગસ્ટ) કડક સુરક્ષા વચ્ચે તેને અદાલતમાં રજૂ કરવામાં આવ્યો હતો.

અદાલતે 9 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા

પોલીસે નકલી દારૂના કૌભાંડનું મૂળ, તેનું કેમિકલ નેટવર્ક, ઉત્પાદન અને સપ્લાય ચેઇનની ઊંડી તપાસ કરવા માટે આરોપીના રિમાન્ડની માંગણી કરી હતી. કોર્ટે ગુનાની ગંભીરતા ધ્યાને રાખીને આરોપી રઈસના 9 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. હવે રિમાન્ડ દરમિયાન પૂછપરછમાં આ કૌભાંડ સાથે જોડાયેલા અન્ય મોટા માથા અને આંતરરાજ્ય નેટવર્કના પર્દાફાશ થવાની શક્યતા છે.

ભાવનગર નકલી દારૂકાંડમાં કુલ 8 લોકોના મોત નીપજ્યા છે. જ્યારે 31થી વધુ દર્દીઓ ભાવનગરની સર ટી. હોસ્પિટલ અને અન્ય ખાનગી હોસ્પિટલોમાં સારવાર હેઠળ છે. આ દરમિયાન ગત 21 ઓગસ્ટે 13 આરોપીને 14 દિવસના રિમાન્ડ અર્થે કોર્ટમાં રજૂ કરાયા હતા. જેમાં કોર્ટે 13 આરોપીના 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. જ્યારે હવે ભાવનગર નકલી દારૂકાંડનો માસ્ટરમાઇન્ડ રઈસને ભોપાલથી ઝડપ્યા બાદ કોર્ટમાં રજૂ કરાયો હતો. જ્યાં કોર્ટે રઈસના 9 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.