ભાવનગર રેલવે મંડળે 48 કલાકમાં પોતાનો જ રૅકોર્ડ તોડ્યો, એક જ દિવસમાં 1,125 કેસ પકડી 12.07 લાખ રૂપિયાનો દંડ વસૂલ્યો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Western Railway : પશ્ચિમ રેલવેના ભાવનગર રેલવે મંડળે ટિકિટ ચેકિંગ ક્ષેત્રે નવો ઇતિહાસ રચ્યો છે. 4 નવેમ્બર, 2026ના રોજ મંડળે માત્ર એક જ દિવસમાં નિયમભંગ અને વિના ટિકિટે મુસાફરી કરતાં 1,125 મુસાફરો સામે કાર્યવાહી કરી રૂ.12.07 લાખની રૅકોર્ડ આવક મેળવી છે. ભાવનગર મંડળના ઇતિહાસમાં એક દિવસમાં મેળવાયેલી આ અત્યાર સુધીની સર્વોચ્ચ ટિકિટ ચેકિંગ આવક છે.
2 દિવસમાં રૂ.23.68 લાખની વસૂલાત
ભાવનગર મંડળે આ અભિયાન દરમિયાન માત્ર 48 કલાકમાં પોતાનો જ રૅકોર્ડ તોડી પાડ્યો છે. મંડળે અગાઉ 2 નવેમ્બર, 2026ના રોજ રૂ.11.61 લાખની આવક મેળવી રૅકોર્ડ બનાવ્યો હતો, જેને 4 નવેમ્બરે રૂ.12.07 લાખ વસૂલી પાછળ છોડી દીધો હતો. આ બંને દિવસોમાં કુલ 2,323 કેસ નોંધીને રેલવે પ્રશાસને કુલ રૂ.23.68 લાખની આવક મેળવી છે. આ સિદ્ધિ સાથે ભાવનગર મંડળે મે 2022માં 1 દિવસમાં મેળવેલા રૂ.9.50 લાખના પોતાના જૂના રૅકોર્ડને પણ નોંધપાત્ર અંતરથી પાછળ છોડી દીધો છે.
અભિયાનનો હેતુ: નિયમિત અને માન્ય ટિકિટને પ્રોત્સાહન
રેલવે પ્રશાસન મુજબ, આ ઝુંબેશનો ઉદ્દેશ્ય માત્ર આવક વધારવાનો નથી, પરંતુ અનિયમિત અને વિના ટિકિટની મુસાફરી પર અંકુશ મેળવીને સાચા મુસાફરોને અસુવિધા ન થાય તે જોવાનો અને સૌને માન્ય ટિકિટ સાથે પ્રવાસ કરવા પ્રોત્સાહિત કરવાનો છે.




