Bhavnagar

ભાવનગર: મહુવાની ડોંગી નદીના ધસમસતા પ્રવાહમાં તણાઈ કાર, હોડીની જેમ તરતી ગાડીનો વીડિયો વાઈરલ

By GS Team
5 Jul 20262 mins read
TukuTouch Logo
ભાવનગરના મહુવા તાલુકાના ઓથા ગામ નજીક ડોંગી નદીમાં ભારે વરસાદને કારણે એક કાર તણાઈ ગઈ. નદીના ધસમસતા પ્રવાહમાં કાર ચાલકે વાહન પસાર કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કાબૂ ગુમાવતા કાર પાણીમાં તણાઈ. સદનસીબે સ્થાનિક ગ્રામજનોએ સમયસર પહોંચી કારમાં સવાર તમામ મુસાફરોનો આબાદ બચાવ કર્યો. બાદમાં ક્રેનથી કારને પણ બહાર કઢાઈ.

Summarized by AI; it may make mistakes. Check important info

ભાવનગર: મહુવાની ડોંગી નદીના ધસમસતા પ્રવાહમાં તણાઈ કાર, હોડીની જેમ તરતી ગાડીનો વીડિયો વાઈરલ

Car Swept Away Dongi River in Mahuva: ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં ભારે વરસાદને કારણે સ્થાનિક નદી-નાળાઓ ઉભરાઈ રહ્યા છે. આ દરમિયાન મહુવાના ઓથા ગામ નજીકથી પસાર થતી ડોંગી નદીના ધસમસતા પૂરમાં કાર તણાઈ જવાની ઘટના સામે આવી છે. હોડીની જેમ પાણીમાં તરતી કારનો વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાઈરલ થઈ રહ્યો છે. સદનસીબે સ્થાનિક ગ્રામજનોની સમયસૂચકતાના કારણે કારમાં સવાર તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો છે.

ધસમસતા પ્રવાહમાં કાર નાખવાનું સાહસ પડ્યું ભારે

મળતી માહિતી અનુસાર, ઓથા ગામ નજીક ડોંગી નદી પર પાણીનો જોરદાર પ્રવાહ વહી રહ્યો હતો. આ પૂરના પાણી વચ્ચેથી જ કારચાલકે પોતાનું વાહન પસાર કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પાણીનું વહેણ એટલું તીવ્ર હતું કે કારચાલકે કાબૂ ગુમાવ્યો હતો અને કાર જોતજોતામાં નદીના પ્રવાહમાં તણાવા લાગી હતી. સદનસીબે થોડે દૂર આગળ જતા એક નાળું આવતા કાર ત્યાં ફસાઈને અટકી ગઈ હતી, જેના કારણે તે ઊંડા પાણીમાં આગળ વહેતી અટકી હતી.

કાર પાણીમાં ફસાતા જ આસપાસના ગ્રામજનો તાત્કાલિક મદદ માટે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. સ્થાનિક લોકોએ ભારે જહેમત ઉઠાવીને સૌથી પહેલા કારની અંદર ફસાયેલા તમામ મુસાફરોને એકપછી એક સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. મુસાફરોનો બચાવ થયા બાદ, ગ્રામજનોએ ક્રેનની મદદથી પાણીના ધસમસતા વહેણમાંથી કારને પણ સલામત રીતે બહાર ખેંચી લીધી હતી. આ અકસ્માતમાં કારને વ્યાપક નુકસાન થયું છે, પરંતુ મોટી જાનહાનિ ટળી છે.