Bhavnagar

રથયાત્રા પૂર્વે પરંપરાગત ભગવાનને પૂનમના દિવસે જળાભિષેક કરાશે

By GS Team
28 Jun 20261 min read
TukuTouch Logo
ભાવનગરમાં આગામી 29મી જૂને સુભાષનગરના જગન્નાથ મંદિરે જગન્નાથજી, બલરામજી અને સુભદ્રાજીનો ભવ્ય જળાભિષેક થશે. રથયાત્રા પૂર્વે જેઠ સુદ પૂનમે પરંપરા મુજબ સાત નદીઓ, રામેશ્વરના 21 કુંડ અને અન્ય પવિત્ર જળથી કેસર, ચંદન અને પંચામૃત સાથે અભિષેક કરાશે. શ્રદ્ધાળુઓને આ ધર્મલાભ લેવા ભાવભીનું આમંત્રણ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

રથયાત્રા પૂર્વે પરંપરાગત ભગવાનને પૂનમના દિવસે જળાભિષેક કરાશે

રામેશ્વરના ૨૧ કુંડનું જળ લવાયુ

જગન્નાથજી, બલરામજી અને સુભદ્રાજીને સાત નદીઓનાં જળ અને દ્રવ્યથી અભિષેક વીધી થશે

ભાવનગર -  જગન્નાથજીની રથયાત્રા પૂર્વે જેઠ સુદ પૂનમના દિવસે ભગવાન પર જળાભિષેક કરવાની પરંપરા છે. મુજબ આગામી તા. ૨૯ના રોજ સાત નદીઓનાં નીરથી તેમજ અન્ય દ્રવ્યો સાથે જળાભિષેક વિધી સુભાષનગર સ્થિત જગન્નાથ મંદિરે કરાશે.

દર વર્ષે પરંપરા મુજબ અષાઢ સુદ બીજના દિવસે ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું આયોજન થાય છે તે પ્રમાણે આગામી રથયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે. આ રથયાત્રા પહેલા દર વર્ષે જેઠ સુદ પુનમના દિવસે બગવાનને જળાભિષેક કરવામાં આવે છે. તે મુજબ આગામી જેઠ સુદ પુનમને તા. ૨૯-૬ને સોમવારનાં રોજ બપોરે ૪ કલાકે સુભાષનગર ભાવનગર કાતે આવેલ શ્રી જગન્નાથજી મંદિરે શ્રી જગન્નાથજી બડેભૈયા બલરામજી, બહેન સુભદ્રાજીને સાત નદીઓ ગંગા, યમુના, સરસ્વતી, ગોદાવરી, નર્મદા, સરયુ, ગંગા સાગર અને માનસરોવર વગેરે નદીઓના નીર અને શ્રી જગન્નાતજીપુરી ખાતે આવેલ ઈન્દ્રધુ્રમન સરોવરનાં નીર તથા રામેશ્વરનાં ૨૧ કુંડનું જળ, કેસર, ચંદન, અત્તર, પંચામૃત તથા બીજા દ્રવ્યોથી ભવ્ય રીતે જળાભિષેક કરવામાં આવશે. આ જળાભિષેક સમયે શ્રદ્ધાળુ ભાઈઓ બહેનો દર્શન કરવા તથા જળાભિષેક દર્શનનો ધર્મલાભ લેવા પધારવા હાર્દિક નિમંત્રણ છે.