Bhavnagar

બોટાદના રાણપુરના ખોખરનેશમાં વીજ લાઈનનું કામ કરતા કર્મચારીઓ પર હુમલો

By GS Team
25 Sep 20262 mins read
TukuTouch Logo
ભાવનગર-બોટાદના રાણપુર તાલુકાના ખોખરનેશ ગામે વીજપોલ અને કેબલ બદલવાની કામગીરી ચાલતી હતી. આ સમયે વિનુ જેજરીયા નામના સ્થાનિક શખસે વીજ પુરવઠો ચાલુ કરવા બાબતે બોલાચાલી કરી. તેણે કામદારોને લાફા મારી, કામમાં રુકાવટ કરી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. રાણપુર પોલીસે આરોપી વિરુદ્ધ સરકારી કામમાં અવરોધ અને મારપીટનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

બોટાદના રાણપુરના ખોખરનેશમાં વીજ લાઈનનું કામ કરતા કર્મચારીઓ પર હુમલો

સરકારી ફરજમાં રૃકાવટ બદલ ગુનો નોંધાયો

વીજ પુરવઠો ચાલુ કરવા બાબતે બોલાચાલી કરી મજૂરોને લાફા માર્યા અને જાનથી મારી નાંખવાની ધમકી આપી

ભાવનગર - બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના ખોખરનેશ ગામે વીજપોલ ઊભા કરવા અને વીજ કેબલ ખેંચવાની કામગીરી દરમિયાન એક સ્થાનિક શખસે કર્મચારીઓ પર હુમલો કરી ધાકધમકી આપ્યાનો બનાવ સામે આવ્યો છે. આ અંગે રાણપુર પોલીસ સ્ટેશનમાં આરોપીે સરકારી કામમાં રુકાવટ અને મારપીટનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

મળતી વિગતો અનુસાર, એમવીસીસી કંપનીમાં મુકાદમ તરીકે કામ કરતા અભયભાઈ ભલાભાઈ નાયકા અને અન્ય મજૂરો જીઈબીના લાઈન ઈન્સ્પેક્ટર મહેન્દ્રભાઈ સુવેરા સાથે ખોખરનેશ ગામે સવારથી વીજપોલ અને લાઈન બદલવાનું કામ કરી રહ્યા હતા. બપોરના આશરે ૩થ૦૦ વાગ્યાના સુમારે સ્મશાન પાસે કામ ચાલુ હતું ત્યારે ગામના વિનુ જેજરીયા ત્યાં આવ્યા હતા અને ગામની લાઈટ કેમ બંધ કરી છે તેમ કહી તુરંત ચાલુ કરવા માટે બોલાચાલી કરવા લાગ્યા હતા.ત્યારબાદ ફરિયાદી તેમને આગણવાડી પાસે કામ ચાલુ હતું ત્યાં લઈ જતાં, વિનુએ કામ રોકીને કર્મચારીઓને થાંભલા પરથી નીચે ઉતરવા દબાણ કર્યું હતું. ના પાડતાં જ વિનુએ અભયભાઈ તથા વચમાં છોડાવવા પડેલા અન્ય મજૂર ઈશ્વરભાઈ નાયકાને ગાલ પર લાફા ચોડી દીધા હતા. લાઈન ઈન્સ્પેક્ટરે આ સરકારી કામ હોવાનું સમજાવવાનો પ્રયાસ કરતા વિનુએ અહીંથી જતા રહો નહીંતર મારી નાખીશ તેવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.આ ઘટના બાદ ૧૧૨ નંબર પર પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસે અભયભાઈ નાયકાની ફરિયાદના આધારે આરોપી વિનુ જેજરીયા વિરુદ્ધ બીએનએસની કલમ ૧૧૫(૨), ૩૫૧(૩) અને ૨૨૧ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.