સાવરકુંડલા રૃરલનો એએસઆઈ રૃા.૫ હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

દારૃનો ધંધો ફરી શરૃ કરવા દબાણ કરી લાંચ માગનાર
જાગૃત નાગરિકે એ.સી.બી.ના ટોલ ફ્રી નંબર પર સંપર્ક કરી ફરિયાદ નોંધાવતા ગોઠવાયું છટકું, ઓળીયા ગામની સીમમાંથી પોલીસ કર્મચારીની ધરપકડ
ભાવનગર - અમરેલી જિલ્લાના સાવરકુંડલા રૃરલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એએસસઆઈને લાંચ રુશ્વત વિરોધી બ્યુરોની ટીમે રૃ. ૫ હજારની લાંચ લેતા સ્થળ પર જ પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી વિગતો અનુસાર, સાવરકુંડલા તાલુકાના એક જાગૃત નાગરિક અગાઉ દેશી દારૃનો વેપાર કરતા હતા. પરંતુ, તેમણે આ ગેરકાયદેસર પ્રવૃત્તિ પૂર્ણપણે બંધ કરી દીધી હતી. આમ છતાં, સાવરકુંડલા રૃરલ પોલીસ સ્ટેશનના એએસઆઈ શ્યામ અનંતરાય બગડા (ઉં.વ. ૩૯) દ્વારા તેમને ફરીથી દારૃનો ધંધો શરૃ કરવા સતત દબાણ કરવામાં આવતું હતું. એટલું જ નહીં, જો ધંધો શરૃ ન કરે તો તેમની સામે ખોટા કેસ કરી ફસાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. દારૃનો ધંધો શરૃ કરવાની અવેજીમાં એએસઆઈ શ્યામ બગડાએ રૃ.૧૦,૦૦૦ની લાંચની માંગણી કરી હતી. જોકે, બોલાચાલી અને રકઝકના અંતે રૃ.૫,૦૦૦ આપવાનું નક્કી થયું હતું. ફરિયાદી પોલીસ કર્મચારીને લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી તેમણે જાગૃતતા દાખવી એ.સી.બી.ના ટોલ ફ્રી નંબર ૧૦૬૪ પર સંપર્ક કર્યો હતો. ત્યારબાદ અમરેલી એ.સી.બી. પોલીસ સ્ટેશન ખાતે રૃબરૃ આવીને વિધિવત ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે અમરેલી એ.સી.બી.ના ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેક્ટર ટી.એસ. રીઝવી તથા તેમની ટીમ દ્વારા છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું. સાવરકુંડલાના ઓળીયા ગામની સીમમાં, ઝવેરભાઇ પટેલની વાડીના ઝાંપા પાસે, નેસડી જવાના કાચા માર્ગ પર શ્યામ બગડા ફરિયાદી પાસેથી લાંચના રૃ. ૫,૦૦૦ સ્વીકારતા જ એ.સી.બી.ની ટીમે તેમને સ્થળ પર જ ઝડપી લીધા હતા.એ.સી.બી.ની ટીમે લાંચની સમગ્ર રૃ. ૫,૦૦૦ની રકમ રિકવર કરી, શખ્સ પોલીસ કર્મચારી સામે પોતાના હોદ્દાનો દુરુપયોગ કરવા બદલ ગુનો નોંધી આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.




