સોનાની ચેઈન ચમકાવવા જતાં વૃધ્ધ મહિલાને ગઠિયાઓ રૃ.૫૨ હજારનો ચૂનો લગાવી ફરાર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

અધેવાડામાં સોનું પોલિશ કરાવી આપવાની મહિલાને લાલચ આપી
બે અજાણ્યા શખ્સો વૃદ્ધાને ભોળવી સોનાની ચેઈન લઈને નાસી છૂટયા,ભરતનગર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ
ભાવનગર - ભાવનગરના અધેવાડા વિસ્તારમાં આવેલ ઓમપાર્ક-૧ માં રહેતા ૬૦ વર્ષીય વૃદ્ધા સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાતની ગંભીર ઘટના સામે આવી છે. ઘરકામ કરતા વૃદ્ધાને પોતાની જાળમાં ફસાવી બે અજાણ્યા શખ્સો સોના-ચાંદીના વાસણો અને દાગીના સાફ કરી આપવાના બહાને રૃ.૫૨ હજારની કિંમતની સોનાની ચેઈન લઈને છૂમંતર થઈ ગયા છે.
ઘટનાની વિગત અનુસાર, ગત તા. ૧૭ ઓગસ્ટ ૨૦૨૬ના રોજ સવારના આશરે ૧૦થ૪૫ વાગ્યાના સુમારે બે અજાણ્યા શખ્સો (જેમાં એકની ઉંમર આશરે ૨૫ વર્ષ અને બીજાની ૩૦ થી ૩૨ વર્ષ) પેન્ટ-શર્ટ પહેરીને અધેવાડા વિસ્તારમાં આવેલ ઓમપાર્ક-૧ માં રહેતા ૬૦ વર્ષીય વૃદ્ધા બેનકુવબેન રમેશભાઈ રમણાના ઘરે આવ્યા હતા. તેઓએ પીતળના વાસણો તથા સોના-ચાંદીની વસ્તુઓ સાફ કરવાનો પાવડર હોવાનું કહી વૃદ્ધાને વિશ્વાસમાં લીધા હતા. શરૃઆતમાં તાંબાનો પ્યાલો અને ચાંદીની મૂત સાફ કરી આપ્યા બાદ, ગઠિયાઓએ વૃદ્ધાને ગળામાં પહેરેલી સોનાની ચેઈન સાફ કરી આપવાની લાલચ આપી હતી.ગઠિયાઓએ સોનાની ચેઈન એક વાટકામાં કેમિકલ જેવા પાવડર અને પ્રવાહી સાથે મૂકી ગરમ પાણીમાં રાખી હતી. અને વૃદ્ધાને રસોડામાં હળદર લેવા મોકલ્યા હતા. આ દરમિયાન ચાલાકીપૂર્વક સોનાની ચેઈનના બદલે નકલી/ખોટી ચેઈન વાટકામાં મૂકી દીધી હતી. બાદમાં વાટકો થોડીવાર પછી ખોલવાનું કહી બંને ગઠિયા મોટરસાઈકલ (નંબર જીજે-૧૨-ઇસી-૬૨૨૯) પર સવાર થઈને ભાગી છૂટયા હતા.બાદમાં વાટકો તપાસતા સોનાની ચેઈન ગાયબ હતી. આ અંગે ભરતનગર પોલીસ મથકે બીએનએસની કલમ ૩૧૬(૨), ૩૧૮(૨), અને ૩૫ હેઠળ ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.




