Bhavnagar

સર ટી. હોસ્પિટલમાં ચાંદીપુરાના લક્ષણો ધરાવતા વધુ એક શંકાસ્પદ દર્દીનું મોત

By GS Team
24 Jul 20262 mins read
TukuTouch Logo
બરવાળાના કુંડળ ગામે ચાંદીપુરા વાયરસનો શંકાસ્પદ કેસ નોંધાતા ફફડાટ વ્યાપ્યો છે. 2 વર્ષના બાળકને ગંભીર હાલતમાં ભાવનગરની સર ટી. હોસ્પિટલમાં ખસેડાયા બાદ મોડી રાત્રે તેનું મોત થયું. બાળકના સેમ્પલ ગાંધીનગર મોકલાયા છે. આરોગ્ય વિભાગે માત્ર બાળકના વાડી વિસ્તારવાળા ઘરે દવાનો છંટકાવ કરી સંતોષ માન્યો, પરંતુ ગામમાં સર્વેલન્સ કે ચેકઅપ કરાયું નથી.

Summarized by AI; it may make mistakes. Check important info

સર ટી. હોસ્પિટલમાં ચાંદીપુરાના લક્ષણો ધરાવતા વધુ એક શંકાસ્પદ દર્દીનું મોત

બરવાળાના કુંડળ ગામે ચાંદીપુરાનો શંકાસ્પદ કેસથી ફફડાટ

શંકાસ્પદ કેસ બાદ કુંડળ ગામમાં સર્વેલન્સને બદલે આરોગ્ય વિભાગે માત્ર બાળકના વાડી વિસ્તારવાળા ઘરે દવાનો છંટકાવ કરી સંતોષ માન્યો

બરવાળા -  બરવાળા તાલુકાના કુંડળ ગામે ચાંદીપુરાનો શંકાસ્પદ કેસ સામે આવ્યો છે. બે વર્ષિય બાળકને ગત રોજ ગંભીર હાલતે સર ટી.હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ગત મોડી રાતે સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. બાળકના સેમ્પલ ગાંધીનગર મોકલ્યા છે. બીજી તરફ આરોગ્ય વિભાગે માત્ર બાળકના વાડી વિસ્તારવાળા ઘરે દવાનો છંટકાવ કરી સંતોષ માન્યો છે.

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના કુંડળ ગામે ચાંદીપુરા વાયરસનો શંકાસ્પદ કેસ સામે આવ્યો. કુંડળ ગામના બે વર્ષિય બાળકને ચાંદીપુરાના લક્ષણો જણાતા બોટાદની ખાનગી હોસ્પિટલમાં સારવાદ બાદ વધુ સારવાર માટે ગત રોજ બપોરે ૩ કલાકના અસરામાં ભાવનગરની સર ટી.હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો હતો. જ્યાં તેની સ્થિતિ ગંભીર હતી, ચાંદીપુરાના લક્ષણો ધરવાતા હોસ્પિટલમાં એડમિટ થયેલા આ શંકાસ્પદ બાળદર્દીનું સારવાર દરમિયાન ગત મોડી રાત્રે ૧૧ કલાકના અરસામાં મોત નિપજ્યું છે. હોસ્પિટલ તંત્ર દ્વારા બાળકના સેમ્પલ ગાંધીનગર ખાતે મોકલવામાં આવ્યા હોવાનું અને તેના રિપોર્ટ પેન્ડિંગ હોવાનું જાણવા મળ્યું છે. ચાંદીપુરાના શંકાસ્પદ કેસને લઈને કુંડળ ગામમાં બાળકોના વાલીઓમાં ફફડાટ ફેલાયો છે. ગામમાં કચરો અને ગંદકીનું પ્રમાણ વધારે હોવાથી ગામ લોકોના ભયના ઓથાર હેઠળ છે. બીજી તરફ આરોગ્ય વિભાગે માત્ર શંકાસ્પદ બાળદર્દીના ઘરે પહોંચી દવાનો છંટકાવ કર્યો છે પરંતુ ગામમાં દવાનો છંટકાવ કે અન્ય કોઈ સર્વેલન્સ અને ચેકઅપની કાર્યવાહી કરી નથી ત્યારે આગામી દિવસોમાં સમગ્ર તાલુકા પંથકમાં યોગ્ય તપાસણી થાય અને દવાનો છંટકાવ થાય તેવી લોકમાંગ ઉઠવા પામી છે.