વોકેશનલ એજ્યુકેશનમાં ટ્રેનરની સેવા માટે વય મર્યાદા ૫૦ વર્ષ કરાઈ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

એન.ઇ.પી.ના અમલ સાથે સમગ્ર શિક્ષા અંતર્ગત
વ્યવસાયિક ક્ષેત્રે અનુભવી અને યોગ્ય લાયકાત વાળા ઉમેદવારો સુનિશ્ચિત કરવા નિર્ણય કરાયો
ભાવનગર - એન.ઈ.પી ૨૦૨૦ નવી શિક્ષણ નીતિ નું અમલીકરણ થઈ રહ્યું છે ત્યારે સમગ્ર શિક્ષા અંતર્ગત વિદ્યાર્થીઓને વ્યવસાયિક ક્ષેત્રે અનુભવી અને યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો સુનિશ્ચિત કરવા મહત્વનો નિર્ણય લેવાયો હતો જેમાં વોકેશનલ એજ્યુકેશનમાં ટ્રેનરની સેવા માટે વય મર્યાદા ૫૦ વર્ષ કરાઈ છે જેથી આ ટ્રેનરના બહોળા અનુભવનો લાભ વિદ્યાર્થીઓને મળશે.
રાજ્યમાં સમગ્ર શિક્ષા સ્ટેટ પ્રોજેક્ટ ઓફિસ, ગાંધીનગર અંતર્ગત વોકેશનલ શાળાઓમાં વ્યવસાયિક શિક્ષણ કાર્યક્રમનો અમલ કરવામાં આવી રહ્યો છે. આ યોજના હેઠળ વિવિધ ટ્રેડમાં વિદ્યાર્થીઓને કૌશલ્ય આધારિત શિક્ષણ પ્રદાન કરવા માટે વોકેશનલ ટ્રેનર્સની સેવા એજન્સી મારફતે આઉટસોસગથી તેમજ જરૃરિયાત મુજબ જિલ્લા કક્ષાએ વિઝીટીંગ લેક્ટરર તરીકે લેવામાં આવે છે.વ્યવસાયિક ક્ષેત્રે અનુભવી અને યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારોની ઉપલબ્ધિ સુનિશ્ચિત થાય તેમજ વિદ્યાર્થીઓને તેમના અનુભવનો લાભ મળી રહે તે હેતુસર સમગ્ર શિક્ષા અંતર્ગત વ્યવસાયિક શિક્ષણ યોજના હેઠળ વોકેશનલ ટ્રેનર (વી.ટી)ની સેવા મેળવવા માટેની મહત્તમ વયમર્યાદા ૫૦ વર્ષ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેથી આઉટસોસગ તેમજ વીઝીટીંગ લેક્ચર ભરતીમાં પણ મહત્તમય મર્યાદા ૫૦ વર્ષની અમલી બનાવાઈ છે.




