Bhavnagar

તળાજા પંથકમાં વાવણી બાદ ઝરમર ઝાપટાથી મોલાતને માઠી અસર ઃ ખેડૂતો ચિંતિત

By GS Team
21 Jul 20261 min read
TukuTouch Logo
તળાજા પંથકમાં અષાઢમાં અનરાધારને બદલે વરસાદના માત્ર ઝાપટાં પડતાં ખેડૂતો ચિંતિત છે. વાવણીના 15 દિવસ બાદ પણ સંતોષકારક વરસાદ ન થતાં જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો છે. શેત્રુંજી ડેમ ઓવરફ્લો થયો છે, ત્યારે વધારાનું પાણી દરિયામાં છોડવાને બદલે કેનાલોમાં છોડવાથી તળાવો ભરી શકાશે અને ખેડૂતોને મદદ મળશે.

Summarized by AI; it may make mistakes. Check important info

તળાજા પંથકમાં વાવણી બાદ ઝરમર ઝાપટાથી મોલાતને માઠી અસર ઃ ખેડૂતો ચિંતિત

અષાઢે અનરાધારના બદલે તળાજામાં સરવડા

શેત્રુંજી ડેમ ઓવરફ્લો થઇ ચૂક્યો છે ત્યારે વધારાના પાણીને દરિયામાં ઠલવવા કરતા કેનાલમાં છોડવું હિતાવહ

તળાજા - પંદર દિવસ પહેલા મેઘરાજાએ તળાજા પંથકમાં વાવણી લાયક વરસીને કૃપા કર્યાં બાદ હવે ફરી જગત તાતને ખાસ જરૃર છે ત્યારે અનરાધાર વરસવાના બદલે સરવડા સ્વરૃપે એ પણ બે પાંચ કિમી વિસ્તારમાં વરસી રહ્યો છે. ત્યારે ખેડૂતો ચિંતાતુર બન્યા છે.

અષાઢે અનરાધાર વરસવાના બદલે તળાજા પંથકમાં સરવડા સ્વરૃપે વરસાદ વરસી રહ્યો છે જેને લઇ જગતતાત ચિંતામાં મુકાયો છે કારણ કે વાવણી કર્યાને આજે પંદરેક દિવસ જેટલો સમય થઇ ગયો છે. જો કે, છેલ્લા બે દિવસથી આકાશી વાતાવરણમાં વરસાદી માહોલ જામ્યો છે. પરંતુ બે પાંચ કિમિના વિસ્તાર પુરતો સીમિત સામાન્ય વરસીને વિરામ લઇ લે છે. ગઇકાલે શહેરની સોસાયટી વિસ્તાર કરતા જુના ગામતળ અને તેનાથી વધુ ગોરખી ગામમાં ખેતર બહાર પાણી નીકળી ગયા હોય તેટલો વરસી ગયો હતો. આજે બપોર બાદ સાંજ સુધીમાં ત્રણેક વખત ઝાપટા સ્વરૃપે વરસ્યો હતો. ઉલ્લેખનીય છે કે, શેત્રુંજી ડેમ ભરાઇ જતા ખેડૂતોને હૈયે ટાઢક ચોક્કસ છે. ડેમનું પાણી દરવાજા ખોલીને નદીમાં વહાવીને દરિયા સુધી પહોંચાડવાના બદલે બંને કેનાલોમાં છોડવામાં આવે તો જ્યાં પાણીની ખેંચ વર્તાઇ રહી છે તેને કામ લાગશે. મોટાભાગના તળાવો હજુ ખાલી છે તે તળાવો ડેમના વધારાના પાણીથી ભરાઇ જશે.