ભાવનગરનાં બે નોટરી એડવોકેટના લાયસન્સ રદ કરવા કાર્યવાહી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

અશાંત ધારાના ભંગ સામે એલસીબીની લાલઆંખ
ગેરકાયદે નોટરી કરનારા વકીલો સામે કાયદાનો શિકંજો,અશાંત વિસ્તારમાં મિલકત ખરીદ-વેચાણ અને ભાડા કરાર મામલે પોલીસની મોટી કાર્યવાહી
ભાવનગર- ભાવનગર શહેરમાં અશાંત ધારા (ડિસ્ટર્બ્ડ એરિયા એક્ટ)ની કડક અમલવારી કરાવવા માટે ભાવનગર જિલ્લા પોલીસની લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક મહત્વપૂર્ણ અને કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અશાંત વિસ્તારમાં જાહેરનામાનો ભંગ કરીને ગેરકાયદેસર રીતે મિલકતોના ખરીદ-વેચાણ અને ભાડા કરાર અંગે નોટરી કરનાર ૦૨ નોટરી એડવોકેટોના લાયસન્સ રદ કરાવવા માટે પોલીસ વિભાગ દ્વારા પ્રક્રિયા શરૃ કરવામાં આવી છે.
ભાવનગર રેન્જ આઇજી રાજેન્દ્ર વી. અસારીની સૂચના અને માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઇ એચ.બી. ચૌહાણ અને તેમની ટીમ દ્વારા શહેરના અશાંત વિસ્તારોમાં મળેલ રજૂઆતો આધારે તપાસ કરવામાં આવી હતી. અગાઉ પણ પોલીસે આ કાયદા હેઠળ ભાવનગરનો પ્રથમ અને ગુજરાત રાજ્યનો બીજો ગુન્હો નોંધ્યો હતો. અત્યાર સુધીમાં ભાવનગરમાં અશાંત ધારા ભંગ બદલ કુલ ૦૪ ઐતિહાસિક ગુન્હાઓ દાખલ કરી ૧૪ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. કાયદાકીય કાર્યવાહીના ડરથી ગેરકાયદેસર રીતે ખરીદાયેલી મિલકતો ખરીદદારો દ્વારા ખાલી પણ કરી દેવામાં આવી છે.હાલમાં નીલમબાગ અને ઘોઘા રોડ પોલીસ સ્ટેશન હેઠળ નોંધાયેલા ગુન્હાઓમાં ગેરકાયદે નોટરી કરનાર વકીલો સામે લાલઆંખ કરવામાં આવી છે. ભાવનગર પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે અશાંત ધારાનો ભંગ થતો જણાય તો પોલીસને તુરંત જાણ કરવી.




