Bhavnagar

મિત્રની પૂછપરછ કરવા ગયેલા યુવક પર પાઇપ-લાકડી વડે જીવલેણ હુમલો

By GS Team
9 Oct 20262 mins read
TukuTouch Logo
ગઢડામાં નજીવી બાબતે લોહિયાળ ખેલ ખેલાયો. જીનના નાકે રહેતા ડ્રાઇવિંગનો વ્યવસાય કરતા અલ્પેશભાઈ ઉર્ફે દિપક લખાણી પર 3 ભાઈઓએ હુમલો કર્યો. ફૈજલ, રમજાન અને ખાલીદ લાખાણીએ લોખંડના પાઇપ અને લાકડી વડે જીવલેણ હુમલો કરતા અલ્પેશભાઈના માથામાં 7 ટાંકા આવ્યા. તેમને બોટાદની સોનાવાલા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

મિત્રની પૂછપરછ કરવા ગયેલા યુવક પર પાઇપ-લાકડી વડે જીવલેણ હુમલો

ગઢડામાં નજીવી બાબતે લોહિયાળ ખેલ

ઘર પાસે બોલાચાલી બાદ ત્રણ ભાઈઓએ ઘરે જઈ હુમલો કર્યો, યુવકને બોટાદની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો

ભાવનગર -  ગઢડાના જીનના નાકે રહેતા ડ્રાઇવિંગનો વ્યવસાય કરતા યુવક પર જૂની અદાવત અને નજીવી પૂછપરછ બાબતે લોખંડના પાઇપ અને લાકડી વડે જીવલેણ હુમલો થતાં ચકચાર મચી ગઈ છે. આ ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલા યુવકના માથાના ભાગે ૭ ટાંકા આવ્યા છે અને હાલ તેઓ બોટાદની સોનાવાલા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

ગઢડાના જીનના નાકે રહેતા ડ્રાઇવિંગનો વ્યવસાય કરતા અલ્પેશભાઇ ઉર્ફે દિપક ઠાકરશીભાઈ લખાણી (ઉં.વ. ૩૫)એ તેમના મિત્ર મુસ્તાકભાઇ (ચકાભાઇ) ની પૂછપરછ માટે પોતાના ૧૩ વર્ષના પુત્ર મંત્રને ઘર નજીક આવેલ હેર કટીંગની દુકાને મોકલ્યો હતો. જ્યાં દુકાને બેઠેલા ફૈજલ હનીફભાઇ લાખાણીએ બાળકને અહીં પૂછવા નહીં આવવાનું કહી ગાળો આપી કાઢી મૂક્યો હતો.આ બાબતે બાળક ઘરે આવીને વાત કરતા, અલ્પેશભાઇ ફૈજલને ગાળો ન બોલવા સમજાવવા ગયા હતા. તે સમયે ખીજાયેલા ફૈજલે ગાળાગાળી કરી ટાંટિયા ભાંગી નાખવાની ધમકી આપી ઝપાઝપી કરી હતી અને ત્યાંથી જતો રહ્યો હતો.

ત્યારબાદ સાંજે પોણા છ વાગ્યાના સુમારે ફૈજલ હનીફભાઈ લાખાણી, રમજાન હનીફભાઈ લાખાણી અને ખાલીદ હનીફભાઈ લાખાણી મોટરસાયકલ લઈને અલ્પેશભાઇના ઘરે પહોંચ્યા હતા. રમજાનના હાથમાં લોખંડની પાઇપ અને ફૈજલના હાથમાં લાકડી હતી. રમજાને આજે તો તને પતાવી જ દેવાનો છે તેમ કહી અલ્પેશભાઇના માથામાં પાઇપના બે-ત્રણ ઘા ઝીંકી દીધા હતા, જેથી તેઓ લોહીલુહાણ હાલતમાં નીચે ઢળી પડયા હતા.બૂમાબૂમ થતાં પત્ની અને કાકી તથા આજુબાજુના લોકો દોડી આવતા ત્રણેય શખ્સો જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયા હતા. ઈજાગ્રસ્ત યુવકને સૌપ્રથમ ગઢડા સરકારી હોસ્પિટલ અને બાદમાં વધુ સારવાર અર્થે બોટાદ રીફર કરાયા હતા.આ બનાવ અંગે અલ્પેશભાઇની ફરિયાદના આધારે ગઢડા પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ બી.એન.એસ. કલમ ૧૦૯(૨), ૧૧૫(૨), ૩૫૨, ૩૫૧(૩), ૫૪ અને જી.પી. એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધી આગળની તપાસ પી.એસ.આઈ. જે.એન. ચોપડાએ હાથ ધરી છે.