રાણપુરના બગડ ગામના યુવક સાથે અકસ્માત કરી ઈજા પહોંચાડી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

રાણપુર પોલીસ મથકમાં ગુનો નોંધાયો
ખસ ગામે રેલવે સ્ટેશન પાસે અજાણ્યા કારચાલકે જાતિ વિશે બોલી અકસ્માત સર્જ્યો
ભાવનગર - રાણપુર તાલુકાના બગડ ગામના યુવક સાથે ખસ ગામ રેલવે સ્ટેશન રોડ પાસે અજાણ્યા કાર ચાલકે અકસ્માત સર્જી ઈજા પહોંચાડી જાતિ વિશે બોલ્યા અંગેની પોલીસ ફરિયાદ રાણપુર પોલીસ મથકમાં નોંધાતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
રાણપુર તાલુકાના બગડ ગામે રહેતા ભાવેશભાઈ મનસુખભાઈ વાઘેલાએ રાણપુર પોલીસ મથકમાં નંબર પ્લેટ વગરની કાળા કલરની સ્વિફ્ટ કારના ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં ગત રોજ સવારે તેઓ તેમની મોટર સાયકલ લઈને બોટાદ તરફ જઈ રહ્યાં હતા ત્યારે ખસ ગામ રેલવે સ્ટેશન રોડ પાસે પહોંચતા અજાણી કારના ચાલકે તેમનું નામ પુછી તું સંજયનો ભાઈ થાય છે ઉભો રહે તારી સાથે વાત કરવી છે તેમ કહી તેમની જાતિ વિશે બોલ્યો હતો. જેથી તેઓ તેમની મોટર સાયકલ લઈને પરત બગડ ગામે આવવા જતાં ઉક્ત કારના ચાલકે તેમનો પીછો કરી તેમની સાથે અકસ્માત સર્જી ઈજા પહોંચાડી હતી. આ અંગે રાણપુર પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.




