Bhavnagar

કુંભારવાડા નારી રોડ પર ૧૧ શાળાનાં વિદ્યાર્થીઓ માટે રમતગમત મેદાન બનશ

By GS Team
5 Aug 20262 mins read
TukuTouch Logo
ભાવનગરમાં કુંભારવાડાની 11 શાળાના વિદ્યાર્થીઓ માટે રમતગમતના મેદાનની જમીન સંપાદન પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે. ચિત્રામાં ટી.પી. સ્કીમ નં. 30ને કારણે જમીન ફાળવી ન શકાતા, નારી રોડ પર સર્વે નં. 46-Aની સરકારી પડતર જમીન ફાળવવા સિટી મામલતદાર દ્વારા SDMને દરખાસ્ત મોકલાઈ છે. આનાથી હજારો વિદ્યાર્થીઓને રમતગમત માટે ઉત્તમ પ્લેટફોર્મ મળશે.

Summarized by AI; it may make mistakes. Check important info

કુંભારવાડા નારી રોડ પર ૧૧ શાળાનાં વિદ્યાર્થીઓ માટે રમતગમત મેદાન બનશ

ચિત્રાવાળી જમીનમાં ટી.પી.સ્કીમ નં.૩૦નું ગ્રહણ નડયા બાદે

લાંબા સમયથી ચાલતી જમીન સંપાદનની પ્રક્રિયા અંતિમ તબક્કામાં ઃ સમગ્ર દરખાસ્ત એસ.ડી.એમ.ને મોકલી અપાઈ

ભાવનગર -  કુંભારવાડાની વિવિધ ૧૧ શાળાનાં વિદ્યાર્થીઓ માટે રમતગમતના મેદાન માટે જમીન મેળવવાની પ્રક્રિયાની વહીવટી કામગીરી પૂર્ણ સમગ્ર દરખાસ્ત એસ.ડી.એમ.ને મોકલાતા પ્રક્રિયા અંતિમ તબક્કામાં પહોંચી હજારો વિદ્યાર્થીઓને રમતગમત માટે ઉત્તમ પ્લેટફોર્મ મળશે.

ાવનગર મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ વિભાગ સમક્ષ કુંભારવાડા વિસ્તારની ૧૧ શાળાઓનાં વિદ્યાર્થીઓને રમતગમત માટે પુરતુ મેદાન ઉપલબ્ધ થાય તે હેતુથી ચિત્રા સર્વે નંબરો, અક્ષરપાર્ક સોસાયટી, કુંભારવાડા ખાતે આવેલા વિવિધ પ્લોટોની જમીન ફાળવવા માંગણી કરવામાં આવી હતી. જોકે, ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા ટી.પી. સ્કીમ નં. ૩૦ (ચિત્રા) મુસદ્દારૃપે મંજુર થયેલ હોવાના કારણે તે જમીન ફાળવી શકાય તેમ ન હોવાનો અભિપ્રાય અપાતા કુંભારવાડા નારી રોડ ઉપર આવેલ સર્વે નં. ૪૬-એ, સરકારી પડતર જમીન કુંભારવાડાની ૧૧ શાળાઓના વિદ્યાર્થીો માટે રમતગમતનાં મેદાન તેમજ વિસ્તારમાં સરકારી હાઈસ્કુલનું મકાન ઉપલબ્ધ ન હોવાથી હાઈસ્કૂલના નિર્માણ માટે ફાળવવા બાબતે સિટી મામલતદાર કચેરી ખાતે દરખાસ્ત કરવામાં આવી હતી. સર્કલ ઓફિસર, નગરપ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન તથા સંબંધિત શાળાનાં આચાર્યોની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી. સાથે જ જમીનની વેરિફિકેશન સહિતની તમામ જરૃરી કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી છે. ત્યારબાદ સિટી મામલતદાર દ્વારા હકારાત્મક અને યોગ્ય અભિપ્રાય સાથે સમગ્ર દરખાસ્ત એસ.ડી.એમ.ને મોકલી આપવામાં આવી હતી. આ પ્રયત્નોના સકારાત્મક પરિણામ રૃપે સરકારી હાઈસ્કુલ માટે જમીન ફાળવણીની પ્રક્રિયા પૂર્ણતાના આરે પહોંચી છે.