Bhavnagar

જેસરના ચિરોડા ગામે મધ્યરાત્રીએ રહેણાંક મકાનમાં દિપડો ઘુસી ગયો

By GS Team
7 Oct 20262 mins read
TukuTouch Logo
જેસરના ચિરોડા ગામે મોડી રાત્રે 2 વાગ્યે દીપડો પ્રદ્યુમનસિંહ સરવૈયાના ઘરમાં ઘૂસ્યો હતો. મકાનમાલિક જાગી જતાં અને બૂમાબૂમ કરતાં દીપડો આંગણામાંથી કૂતરાને દબોચી ડુંગરાળ વિસ્તારમાં નાસી છૂટ્યો હતો. ગ્રામજનોએ માનવજીવનને જોખમ ન થાય તે માટે તાત્કાલિક પાંજરું મૂકી દીપડાને પકડવા વન વિભાગ સમક્ષ ઉગ્ર માંગ કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જેસરના ચિરોડા ગામે મધ્યરાત્રીએ રહેણાંક મકાનમાં દિપડો ઘુસી ગયો

ફફડતા ગ્રામજનો દ્વારા તાકીદે પાંજરૃ મુકી દીપડાને પકડવા માંગ

ફળિયામાંથી કુતરાને દબોચી હાંકલા પડકારા થતા ડુંગરાળ વિસ્તારમાં નાસી છુટયો

જેસર -  જેસર તાલુકાનાં ચિરોડા ગામે ગત મોડી રાત્રે મેઈન બજારમાં આવેલ એક રહેણાંકી મકાનમાં દિપડો આવી ચડયો હતો. જો કે મકાન માલિક જાગી જતા અને હાંકલા પડકારા  કરતા દિપડો ચાલી ગયો હતો. આંગણામાંથી એક કુતરાને દબોચી લીધું હતું. તાકીદે અન્ય અઘટતી ઘટના ઘટે તે પૂર્વે પાંજરૃ મુકવા વ્યાપક માંગણી ઉઠવા પામી છે.

જેસર તાલુકાના ચિરોડા ગામે ગત મોડી રાત્રિનાં બે કલાકે મેન બજારમાં આવેલ પ્રદ્યુમનસિંહ સરવૈયાનાં ઘરમાં રાત્રિનાં બે કલાકે વંડી ઠેકીને ઘરમાં દીપડો પ્રવેશ્યો હતો જેથી રાત્રીનાં સમયે પ્રદ્યુમનસિંહ જાગી જતા હાકલા પડકારા કરતા દીપડો જતા જતા ઘરમાં બેસેલ કુતરાને ઉપાડી ડુંગરાળ વિસ્તારમાં ભાગી ગયો હતો જેથી પ્રદ્યુમનસિંહ દિલીપસિંહ સરવૈયાએ જેસર ફોરેસ્ટ વિભાગમાં જાણ કરતા ફોરેસ્ટના અધિકારીઓ આવી સ્થળ તપાસ કરી અને વદુમાં પાંજરું મુકી દીપડો પકડી પાડશું તેવી હૈયાધારણા આપીને અધિકારીઓ જતા રહ્યા હતા. ચિરોડા ગામમાં સાવજો તેમજ દીપડાઓ અવારનવાર ગામમાં પ્રવેશી કિંમતી માલ ડોરનું મારણ તેમજ નુકસાની કરી જતા રહે છે જેથી વહેલી તકે પાંજરૃું મુકી દીપડાને પકડી બીડ વિસ્તારમાં મુકવામાં આવે તેવી ચિરોડા ગ્રામજનોની માંગ ઉઠવા પામી છે અત્યારે તો ફક્ત માલ ડોર તેમજ કુતરા બિલાડાને નુકસાન કરે છે ન કરે નારાયમ જો માનવી ઉપર હુમલો કરે તો તેની જવાબદારી કોની જેથી ચિરોડા ગામના ગ્રામજનો દ્વારા વહેલી તકે પાંજરું મુકવા માંગ ઉઠવા પામી છે.