Bhavnagar

મહુવા તાલુકાના વાંગર ગામે બે યુવક વચ્ચે મારામારી થઈ

By GS Team
26 Aug 20261 min read
TukuTouch Logo
ભાવનગરના મહુવા તાલુકાના વાંગર ગામે જૂની બોલાચાલીની અદાવતમાં બે યુવકો વચ્ચે મારામારી થઈ હતી. ઉત્તમ શિયાળ અને તેના મિત્રો ભૂતડા દાદાના ઓટલા પાસે ઊભા હતા ત્યારે મેહુલ સાંખટે છરી અને ઢીકાપાટું વડે હુમલો કર્યો. સામે પક્ષે, મેહુલે ઉત્તમ પર લોખંડના પાઇપ વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી. મહુવા પોલીસે બંનેની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

મહુવા તાલુકાના વાંગર ગામે બે યુવક વચ્ચે મારામારી થઈ

અગાઉની બોલાચાલીની દાઝે છરી, લોખંડના પાઈપ અને ઢીકાપાટુંનો માર માર્યો

ભાવનગર - મહુવા તાલુકાના વાંગર ગામે બે યુવકો વચ્ચે અગાઉની બોલાચાલીની દાઝે મારામારીના બનાવમાં મહુવા ગ્રામ્ય પોલીસ મથકમાં સામસામી પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

મહુવા તાલુકાના વાંગર ગામે રહેતા ઉત્તમભાઈ રમેશભાઈ શિયાળે મહુવા ગ્રામ્ય પોલીસ મથકમાં તેમના ગામના મેહુલ વશરામભાઈ સાંખટ સામે ફરિયાદ નોંધ

ાવી હતી. જેમાં તેઓ તથા તેમના મિત્રો આકાશભાઈ અને શિવાભાઈ વાંગર ગામના ખારા પાસે આવેલ ભુતડા દાદાના ઓટલા પાસે ઉભા હતા ત્યારે ઉક્ત મેહુલભાઈએ આવીને તેમને અપશબ્દો કહી છરી મારી તથા ઢીકાપાટુનો મુંઢ માર મારી ઈજા પહોંચાડી હતી. જ્યારે મેહુલભાઈ વશરામભાઈ સાંખટે ઉત્તમ રમેશભાઈ શિયાળ સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં ઉક્ત ઉત્તમભાઈ સાથે તેમને બોલાચાલી થઈ હોય જેની દાઝે વાંગર ગામે ભુતડા દાદાના મંદિર પાસે ઉત્તમભાઈએ તેમને અપશબ્દો કહી લોખંડના પાઈપ મુંઢ ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે મહુવા ગ્રામ્ય પોલીસે બન્નેની ફરિયાદ લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.