Bhavnagar

ધંધુકાના ફેદરા ગામેથી ડિગ્રી વગર ક્લિનિક ચલાવતો બોગસ ડાક્ટર પકડાયો

By GS Team
19 Nov 20261 min read
TukuTouch Logo
અમદાવાદ ગ્રામ્ય SOGએ ધંધુકાના ફેદરા ગામેથી એક બોગસ ડોક્ટરને ઝડપી પાડ્યો છે. પશ્ચિમ બંગાળનો જીબાન બિશ્વાસ, જે માત્ર 12 પાસ છે, તે કોઈ લાયસન્સ કે ડિગ્રી વગર એલોપેથિક દવાઓ રાખી તબીબી પ્રેક્ટિસ કરતો હતો. પોલીસે સ્થળ પરથી ₹44,113.32 નો દવાઓ અને મેડિકલ સાધનોનો જથ્થો જપ્ત કર્યો છે. ધંધુકા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ધંધુકાના ફેદરા ગામેથી ડિગ્રી વગર ક્લિનિક ચલાવતો બોગસ ડાક્ટર પકડાયો

પોલીસે ૪૪ હજારનો મુદ્દામાલ કબજે લીધો

એલોપેથિક દવાઓ અને મેડિકલ સાધનો સાથે પશ્ચિમ બંગાળના શખ્સ સામે ધંધુકા પોલીસમાં ગુનો દાખલ

ભાવનગર -  ધંધુકા તાલુકાના ફેદરા ગામે કોઈપણ જાતની માન્યતા પ્રાપ્ત ડિગ્રી કે લાયસન્સ વગર ગેરકાયદેસર રીતે એલોપેથિક દવાઓ રાખીને તબીબી પ્રેક્ટિસ કરતા એક બોગસ ડાક્ટર વિરુદ્ધ અમદાવાદ ગ્રામ્ય એસ.ઓ.જી. શાખા દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

મળેલી બાતમીના આધારે હડાળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર અને પોલીસ ટીમે ફેદરા ગામે ભરતસિંહ પ્રભાતસિંહ રાણાના મકાનમાં ચાલતા આ ક્લિનિક પર દરોડો પાડયો હતો. તપાસ દરમિયાન જીબાન જીતેન્દ્રનાથ બિશ્વાસ (ઉ.વ. ૪૪, મૂળ રહે. વેસ્ટ બંગાળ, હાલ રહે. ફેદરા) નામના શખ્સ પાસે તબીબી પ્રેક્ટિસ કરવા માટે કે એલોપેથિક દવાઓ રાખવા માટે કોઈ જ કાયદેસરનું લાયસન્સ કે ડિગ્રી ન હોવાનું સામે આવ્યું હતું. માત્ર ધોરણ ૧૨ સુધીનો અભ્યાસ કરેલ આ શખ્સ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરી ગેરકાયદેસર રીતે દર્દીઓનું નિદાન અને સારવાર કરતો હતો.

પોલીસે સ્થળ પરથી રૃ. ૪૪,૧૧૩.૩૨ ની કિંમતનો એલોપેથિક દવાઓનો જથ્થો, સિરિજ, બ્લડ પ્રેશર માપવાનું સાધન, સ્ટેથોસ્કોપ, ગ્લુકોમીટર અને નેબ્યુલાઈઝર સહિતના તબીબી સાધનો કબજે કર્યા છે. આ મામલે આરોપી વિરુદ્ધ ધી ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ ૧૯૬૩ની કલમ ૩૦ મુજબ ધંધુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.