Bhavnagar

વજન માપ સાધનોની ખરાઈ ન કરાવનાર ૮ વેપારીને રૃા. ૨૦,૫૦૦નો દંડ ફટકારાયો

By GS Team
8 Oct 20262 mins read
TukuTouch Logo
ભાવનગર જિલ્લા તોલમાપ વિભાગે મોબાઈલ ડ્રાઈવ અંતર્ગત 318 નિરીક્ષણ કર્યા. 688 વેપારીઓએ 4103 સાધનોની ચકાસણી મુદ્રાંકન કરાવતા તંત્રને 8.40 લાખની આવક થઈ. વધુ ભાવ લેતા 8 યુનિટ અને ડેરી પ્રોડક્ટમાં PCR નો કેસ નોંધાયો. કુલ 30,500 નો દંડ વસૂલવામાં આવ્યો. દિવાળી પૂર્વે સઘન ઝુંબેશ ચાલુ રહેશે.

Summarized by AI; it may make mistakes. Check important info

વજન માપ સાધનોની ખરાઈ ન કરાવનાર ૮ વેપારીને રૃા. ૨૦,૫૦૦નો દંડ ફટકારાયો

તોલમાપ વિભાગે મોબાઈલ ડ્રાઈવ અંતર્ગત ૩૧૮ નિરીક્ષણ કર્યા

વાર્ષિક - દ્વિવાર્ષિક ૬૮૮ વેપારીઓએ ૪૧૦૩ સાધનોની ચકાસણી મુદ્રાંકન કરાવ્યું, તંત્રને ૮.૪૦ લાખની આવક

ભાવનગર -  જિલ્લા તોલમાપ વિભાગ દ્વારા ગતમાસમાં હાથ ધરેલ મોબાઈલ ચેકીંગ ડ્રાઈવ અંતર્ગત વિવિધ તાલુકા મથકો પરથી વજનમાપ હેઠળ સાધનોની ખરાઈ ન કરાવનારા ૮ યુનિટ મળી આવ્યા હતા. જ્યારે ડેરી પ્રોડક્ટમાં વધુ ભાવ લેવાતા પીસીારનો ચેક કેસ નોંધાવા પામ્યો હતો.

ગ્રાહકોની સુરક્ષા માટે કાર્યરત તોલમાપ વિભાગ દ્વારા સઘન કાર્યવાહી હાથ ધરાય ચે. જે અંતર્ગત ગત માસમાં મોબાઈલ ચેકીંગ ડ્રાઈવ અંતર્ગત રેસ્ટોરન્ટ કેક શોપ, વાસણના વેપારી, મીઠાઈ, ફરસાણના વેપારી, પેટ્રોલ પંપ અને વે બ્રીજ એમ કુલ આઠ એકમોમાં નિયત સમય મર્યાદામાં વજન માપ સાધનોનું ફેર ચકાસણી મુદ્રાંકન નહીં કરાવતા આ તમામ એકમો સામે ધી લીગલ મેટ્રોલોજી એન્ફર્સમેન્ટ રૃલ્સ ૨૦૧૧ અન્વયે કાર્યવાહી કરવામાં આવી હતી. જ્યારે ડેરી પ્રોડક્ટસમાં વધુ ભાવ લેવા બદલ પેકેજ કોમોડીટી રૃલ્સ ૨૦૧૧ અન્વયે કાર્યવાહી હાથ ધરાઈ હતી. આમ વજન માપનાં ૮ કેસમાં ૨૦,૫૦ રૃપિયા અને પીસીઆરનાં એક કેસમાં રૃા. ૧૦,૦૦૦ મળી કુલ ૩૦,૫૦૦નો દંડ માંડવાલ ફી પેટે વસુલાત કરવામાં આવી હતી. જ્યારે ચાલુ માસ દરમિયાન ચકાસણી પાત્ર વાર્ષિક અને દ્વિવાર્ષિક વેપારીઓનાં ઈલેક્ટ્રીક તેમજ મેકેનિક વજન માપ સાધનોની ખરાઈ માટે ૩૧૮ નિરિક્ષણ કરાયા હતા. જ્યારે જિલ્લાાં ૬૮૮ વેપારીોએ પોતાનાં ૪૧૦૩ વજન માપ સાધનોની ચકાસણી મુન્દ્રાંકન કરાયું હતું. જેની ફી પેટે ૭,૭૮,૪૧૦ અને લેઈટ ફી પેટે ૭૯,૮૭૮ની આવક તંત્રને થવા પામી હતી. આમ નિયમિત ચકાસણી મુદ્રાંકન વગરના વેપારીઓ ઉપરર પણ આગામી દિવસોમાં તપાસ હાથ ધરવામાં આવશે.

દિવાળીનાં તહેવારને લઈ તોલમાપ વિભાગની સઘન ઝુંબેશ હાથ ધરાશે

ખાસ કરીને નવરાત્રી, દશેરા અને દિવાળી જેવા મહા પર્વને લઈ લોકો નાની-મોટી ખરીદી ઓફલાઈન કે ઓનલાઈન કરતા હોય છે અને ખાસ કરીને તહેવારો ટાંણે આકર્ષક સ્કીમો પણ અપાતી હોય છે. પરંતુ કેટલાક વેપારીઓની સ્કીમ સ્કેમ સમાન હોય છે. જેનો ભાગ ગ્રાહક બનતો હોય છે ત્યારે ગ્રાહકોની સુરક્ષા માટે તોલમાપ વિભાગમાં જરૃરી ફરિયાદ કહી શકાશે. તો તંત્ર દ્વારા પણ પોતાની રીતે સગન ચેકીંગ હાથ ધરવાનું આયોજન કરવામાં આવ્યું છે.