Bhavnagar

ક્રીપ્ટો કરન્સીના નામે ૬૫.૯૬ લાખની છેતરપિંડી, વોટ્સએપ ગૃપ બનાવી વેપારીને શિકાર બનાવ્યો

By GS Team
2 Jul 20262 mins read
TukuTouch Logo
ભાવનગરના 50 વર્ષીય કોલસા વેપારીને ફેસબુક પર લંડનની યુવતીની ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી. યુવતીએ ક્રિપ્ટો કરન્સીમાં રોકાણનું કહી, નકલી વેબસાઇટ દ્વારા ₹65.96 લાખની છેતરપિંડી કરી. વેપારીએ ATM/CDM દ્વારા પૈસા ટ્રાન્સફર કર્યા હતા. સાયબર ક્રાઇમ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ક્રીપ્ટો કરન્સીના નામે ૬૫.૯૬ લાખની છેતરપિંડી, વોટ્સએપ ગૃપ બનાવી વેપારીને શિકાર બનાવ્યો

એટીએમ, સીડીએમ મારફતે રૃપિયા ટ્રાન્સફર કરી લીધા

લંડનની યુવતીએ સોશિયલ મીડિયા પર દોસ્તી કરી ખોટી વેબસાઈટમાં રોકાણ કરાવ્યું, સાયબર ક્રાઈમમાં ગુનો દાખલ

ભાવનગર -  ભાવનગરના વિક્ટોરિયા પાર્ક રોડ પર રહેતા અને કોલસાનો વેપાર કરતા ૫૦ વર્ષિય વેપારી  સાથે ક્રીપ્ટો કરન્સી ટ્રેડિંગના નામે રૃ.૬૫.૯૬ની ઓનલાઈન છેતરપિંડી થતા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધાયો છે.

શહેરના વિક્ટોરિયા પાર્ક રોડ પર રહેતા અને કોલસાનો વેપાર કરતા અમિતકુમાર ગિરીશભાઈ દફતરી ગત સપ્ટેમ્બરમાં વેપારીને ફેસબુક પર 'સુમન ગીલ' નામની અજાણી યુવતીની ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી હતી. યુવતીએ પોતાને લંડનની રહેવાસી ગણાવી વેપારીને યુએસડીટી (ક્રીપ્ટો)માં રોકાણ કરવા લલચાવ્યા હતા. ત્યારબાદ, તેને ૬૩૮. ઇન્વેસ્ટમેન્ટ એન્ડ કોમ્યુનિકેશન ગૃપ નામના વોટ્સએપ ગૃપમાં એડ કરાયો હતો. ગૃપમાં સભ્યો દ્વારા નફાના ખોટા સ્ક્રીનશોટ મોકલી વેપારીનો વિશ્વાસ જીતવામાં આવ્યો હતો.

ચીટરોએ 'કોઇનઈએક્સ' નામની એક નકલી વેબસાઈટની લીંક મોકલી વેપારીનું એકાઉન્ટ ખોલાવ્યું હતું. શરૃઆતમાં વેપારીને સારો નફો બતાવી વિશ્વાસમાં લેવાયા બાદ, અલગ-અલગ બેંક ખાતા અને એટીએમ/સીડીએમ મારફતે ૧૭ ઓક્ટોબરથી ૫ ડિસેમ્બર ૨૦૨૫ વચ્ચે કુલ રૃ. ૬૫,૯૬ ,૯૯૮  ટ્રાન્સફર કરાવી લેવાયા હતા. વેપારીએ જ્યારે પોતાના કરોડો રૃપિયાના નફાની રકમ ઉપાડવાનો પ્રયાસ કર્યો, ત્યારે વિડ્રો રિક્વેસ્ટ રિજેક્ટ કરી દેવાઈ હતી. અને વધુ રૃ.૮૩.૭૮ લાખની માંગણી કરવામાં આવી હતી. છેતરાયાનો અહેસાસ થતાં વેપારી અમિતકુમાર ગિરીશભાઈ દફતરીએ સાયબર હેલ્પલાઇન અને ત્યારબાદ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.