પીજીવીસીએલની ૫૦ ટીમો રથયાત્રાના રૃટમાં તૈનાત રહી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

રથયાત્રા દરમિયાન આકસ્મિક સ્થિતિને પહોંચી વળવા
કાર્યપાલક ઈજનેરથી લઈ ઈલે.આસિ.સુધીના ૧૨૯ કર્મચારીઓને ડયૂટી ફાળવવામાં આવી
ભાવનગર - ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં પીજીવીસીએલની ૫૦ ટીમને તૈનાત કરવામાં આવી છે. જે રથયાત્રાના રૃટમાં વીજપોલી, વીજલાઈન કે કોઈ આકસ્મિક પરિસ્થિતિને પહોંચીવળવા માટે કામગીરીમાં જોડાઈ છે. કાર્યપાલક ઈજનેરથી લઈને ઈલેક્ટ્રિક આસિસ્ટન્ટ સુધીના ૧૨૯ કર્મચારીઓને રથયાત્રાની ડયૂટી ફળવવામાં આવી છે.
શહેરમાં નિકળનારી ભગવાન જગન્નાથજીની ૪૧મી રથયાત્રામાં પોલીસ સુરક્ષા ઉપરાંત પીજીવીસીએલની ટીમોની પણ તૈનાતી કરવામાં આવી છે. રથયાત્રા પૂર્વે જ વીજતંત્ર દ્વારા નડતર રૃપ વીજપોલ અને વાયર રિપેઈર કરી દેવામાં આવ્યા હતા. તેમ છતાં રથયાત્રા દરમિયાન કોઈ આકસ્મિક પરિસ્થિતિ ઉભી થાય તેને પહોંચીવળવા માટે સીટી-૧ ડિવિઝનમાં આવતા રથયાત્રાના રૃટમાં પીજીવીસીએલની ૪૩ ટીમ અને સીટી-૨ ડિવિઝનમાં આવતા રથયાત્રાના રૃટમાં પીજીવીસીએલની ૭ ટીમ તૈનાત કરવામાં આવી છે. જેમાં બે કાર્યપાલક ઈજનેર, ૯ નાયબ ઈજનેર, ૧૮ જૂનિયર ઈજનેર સહિત કુલ ૧૨૯ કર્મચારીઓને સમાવેશ થાય છે. વીજતંત્રની ટીમો દ્વારા રથયાત્રા દરમિયાન વીજપોલ, વીજલાઈનનો પ્રશ્ન કે કોઈ આકસ્મિક પરિસ્થિતિ ઉદ્ભવે તેના નિવારણ માટેની કામગીરીમાં જોડાઈ હતી.




