વડવામાં દાળપુરીના વેપારી ૪ શખ્સે ધોકાના ઘા ઝીંક્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ક્યારેય મને ગાળો આપી તો જાનથી મારી નાંખીશ...
શખ્સોએ લારીમાં તોડફોડ કરી સામાન ફેંકી દીધો ઃ નાસ્તો કરવા આવેલા અન્ય લોકોમાં નાસભાગ
ભાવનગર - શહેરના વડવા વિસ્તારમાં મધરાત્રિના સમયે દાળપુરીના વેપારી ઉપર ચાર લુખ્ખા તત્ત્વોએ ધોકાથી હુમલો કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.
શહેરના વડવા પાદર દેવકી, મોતીની શેરી નં.૨માં રહેતા અને તે જ વિસ્તારમાં દાળપુરીની લારી ચલાવતા કિરીટભાઈ પરશોત્તમભાઈ ગોહેલ (ઉ.વ.૫૬) મધરાત્રિના સમયે લારીએ હાજર હતા. આ સમયે દર્શન ઉર્ફે પોન્ડો અને ત્રણ અજાણ્યા શખ્સોએ છરી, ધોકા લઈ આવી દર્શને કહેલ કે, કાલે મને અહીં કોણ ગાળો આપતું હતું. તેમ કહીં કિરીટભાઈને ધોકા અને આડેધડ માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી લારીમાં તોડફોડ કરી સામાન ફેંકી દીધો હતો. આ ઘટનાને કારણે નાસ્તો કરવા આવેલા લોકોમાં નાસભાગ મચી હતી. મારામારીના બનાવમાં ઈજા પામેલા કિરીટભાઈએ ત્રણ અજાણ્યા સહિત ચારેય શખ્સ સામે નિલમબાગ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.




