Bhavnagar

મહિલા સહિત પતિ-જેઠ પર ૪ શખ્સોનો પાઇપ, લાકડી અને ધારીયાથી હુમલો

By GS Team
5 Aug 20262 mins read
TukuTouch Logo
બોટાદના રાણપુર તાલુકાના બરાનીયા ગામે ઉકરડાના રસ્તા બાબતે તકરાર થઇ હતી. ચાર શખ્સોએ મહિલાને તળાવ પાસે ચાલવાની ના પાડી, લાકડી વડે હુમલો કરી ફ્રેક્ચર કર્યું. બચાવવા આવેલા પતિ પર ધારીયું ઝીંકી આંગળીમાં ઇજા પહોંચાડી. રાણપુર પોલીસે 4 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

મહિલા સહિત પતિ-જેઠ પર ૪ શખ્સોનો પાઇપ, લાકડી અને ધારીયાથી હુમલો

રાણપુરના બરાનીયામાં ઉકરડાના રસ્તા મામલે તકરાર

તળાવ પાસે ચાલવાની ના પાડી મહિલાને ફ્રેક્ચર કર્યું, બચાવવા આવેલા પતિ પર ધારીયું ઝીંક્યું

ભાવનગર - બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના બરાનીયા ગામે તળાવ પાસે આવેલ ઉકરડામાં વાસીદુ નાખવા અને અવરજવર કરવાના રસ્તા બાબતે મનદુઃખ રાખી ચાર શખ્સોએ એક જ પરિવારના ત્રણ સભ્યો પર પ્રાણઘાતક હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હોવાનો બનાવ સામે આવ્યો છે. આ હુમલામાં મહિલાને ઇજા થતાં બોટાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

બનાવની વિગત મુજબ, બરાનીયા ગામે રહેતા ગીતાબેન જગદીશભાઈ સાઢમીયા (ઉં.વ. ૩૮) ગત સાંજે તળાવ પાસેના ઉકરડામાં કચરો નાખી ઘરે પરત ફરી રહ્યા હતા. તે સમયે ગામના હિતેશ ઘનશ્યામ બગોદરીયા, સંજય ઘનશ્યામ બગોદરીયા અને સની બળુભાઈ બગોદરીયાએ રસ્તા બાબતે ઉશ્કેરાઈને ગાળો આપી હતી. સની બગોદરીયાએ લાકડીનો ઘા મારતા ગીતાબેનને ડાબા હાથે ફ્રેક્ચર થયું હતું, જ્યારે હિતેશ અને સંજયે પાઇપ તથા લાકડીથી આડેધડ માર માર્યો હતો.

હુમલા દરમિયાન બચાવવા વચ્ચે પડેલા મહિલાના જેઠ દેવાભાઈને લાફા માર્યા હતા, જ્યારે ઘનશ્યામ હેમુ બગોદરીયાએ ધારીયા વડે હુમલો કરી પતિ જગદીશભાઈની આંગળી પર ઈજા પહોંચાડી હતી. તમામ શખ્સે ધહવે પછી અહી ચાલશો તો જીવતા નહીં રહેવા દઈએધ તેવી ધમકી આપી હતી.ઈજાગ્રસ્ત દંપતીને પ્રથમ રાણપુર અને બાદમાં બોટાદ હોસ્પિટલ ખસેડાયા હતા. બનાવ અંગે રાણપુર પોલીસે ચારેય વિરૃદ્ધ બીએનએસની કલમ ૧૧૭(૨), ૧૧૫(૨), ૩૫૧(૩), ૩૫૨, ૫૪ તથા જી.પી.એક્ટ ૧૩૫ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.