Bhavnagar

ગાંધીપુરાના મકાનમાં ચાલતા જુગારધામ પરથી ૪ જુગારી રૃા.૬૮ હજારના મુદ્દામાલ સાથે ઝબ્બે

By GS Team
24 Sep 20262 mins read
TukuTouch Logo
ભાવનગર: ધોલેરાના ગાંધીપુરામાં પોલીસે બાતમીના આધારે એક રહેણાંક મકાનમાં ચાલતા જુગારધામ પર દરોડો પાડ્યો હતો. પોલીસે તીન પત્તીનો જુગાર રમતા 4 શખ્સોને 68,250 રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. જોકે, મુખ્ય સૂત્રધાર જેસા મકવાણા સહિત 2 આરોપીઓ ફરાર થઈ ગયા હતા. પોલીસે 43,250 રોકડ અને 4 મોબાઈલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગાંધીપુરાના મકાનમાં ચાલતા જુગારધામ પરથી ૪ જુગારી રૃા.૬૮ હજારના મુદ્દામાલ સાથે ઝબ્બે

ધોલેરાના ગાંધીપુરામાં પોલીસનો દરોડો

મુખ્ય સૂત્રધાર સહિત બે શખ્સો પોલીસ દરોડા દરમિયાન ફરાર, રોકડ અને ૪ મોબાઇલ જપ્ત

ભાવનગર -  અમદાવાદ ગ્રામ્યના ધોલેરા પોલીસ મથકની ટીમે ગાંધીપુરા ગામમાં બાતમીના આધારે દરોડો પાડીને એક રહેણાંક મકાનની ઓસરીમાં ચાલી રહેલા જુગારધામનો પર્દાફાશ કર્યો છે. પોલીસે સ્થળ પરથી તીન પત્તીનો જુગાર રમતા ૪ શખ્સોને રૃ. ૬૮,૨૫૦ના કુલ મુદ્દામાલ સાથે રંગેહાથ ઝડપી પાડયા છે, જ્યારે મકાનમાલિક સહિત ૨ આરોપીઓ દરોડા દરમિયાન ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા.

પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ, ધોલેરા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ ભુપતભાઈ જોગાભાઈને બાતમી મળી હતી કે ગાંધીપુરા ગામે રહેતો જેસા નરોતમભાઈ મકવાણા પોતાના મકાનની ઓસરીમાં બહારથી માણસો બોલાવી પૈસાની હાર-જીતનો તીન પત્તીનો જુગાર રમાડે છે. બાતમીના આધારે નાયબ પોલીસ અધિક્ષક (ધંધુકા) પાસેથી જુગાર ધારા કલમ-૬ મુજબનું વોરંટ મેળવી રેડ કરવામાં આવી હતી.પોલીસે દરોડા દરમિયાન સ્થળ પરથી બુધા બીજલભાઈ કાનાણી (રહે. મહાદેવપુરા), પંકજ વીક્રમભાઈ વસાણી, કલ્પેશ વીરસંગભાઈ ચૌહાણ અને વિપુલ રામસંગભાઈ ખરડીયા (ત્રણેય રહે. પાંચી)ને જુગાર રમતા પકડી પાડયા હતા. પોલીસે આરોપીઓની અંગઝડતીમાંથી રોકડા રૃ. ૧૭,૬૭૦ તથા દાવ પરથી રૃ. ૨૫,૫૮૦ મળીને કુલ રૃ. ૪૩,૨૫૦ની રોકડ, ૪ એન્ડ્રોઇડ મોબાઇલ ફોન (કિંમત રૃ. ૨૫,૦૦૦) અને ગંજીપાના જપ્ત કર્યા હતા.દરોડા દરમિયાન જુગારધામ ચલાવનાર મકાનમાલિક જેસા નરોતમભાઈ મકવાણા અને ઉદા શામજીભાઈ સોલંકી (રહે. ભડીયાદ) નાસી છૂટયા હતા. ધોલેરા પોલીસે તમામ ૬ આરોપીઓ વિરુદ્ધ જુગાર અટકાયતી અધિનિયમની કલમ ૪ અને ૫ હેઠળ ગુનો નોંધી ફરાર આરોપીઓને પકડવા તજવીજ હાથ ધરી છે.