વિદ્યાર્થીનાં સંપૂર્ણ વ્યક્તિત્વનો વિકાસ જાણવા ૩૬૦ ડીગ્રી મુલ્યાંકન અનિવાર્ય
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

જિલ્લા માધ્યમિક શિક્ષક સંઘનું શૈક્ષણિક અધિવેશન યોજાયું
આત્મનિર્ભર અને વિકસિત ભારત ૨૦૪૭નો પાયો એનઈપી ૨૦૨૦ પર કામ કરવા શિક્ષકોને આહવાન
ભાવનગર - જિલ્લા માધ્યમિક શિક્ષક સંઘ દ્વારા અક્ષરવાડી ખાતે અધિનેશન યોજાયું હતું. જેમાં નિવૃત્તોને વિદાયમાન આપવા સાથે શૈક્ષણિક બાબતમાં ૩૬૦ ડીગ્રી મુલ્યાંકન પદ્ધતિસર શિક્ષણ તજજ્ઞાો દ્વારા વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
ભાવનગર જિલ્લા માધ્યમિક શિક્ષક સંઘ, જિલ્લા શિક્ષણાધિકારી કચેરી અને અક્ષરવાડીના સંયુક્ત ઉપક્રમે એક દિવસીય શૈક્ષણિક અધિવેશન યોજાઈ ગયું. અધિવેશનમાં ભાવનગર જિલ્લાનાં ૫૬૫ શિક્ષકોએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં વર્ષો સુધી સંઘ માટે પોતાનું બહુમુલ્ય યોગદાન આપનાર પ્રમુખ જાદવભાઈ કણકોટિયાને શિક્ષક સંઘ, સંકલન સમિતિ, વિવિધ સંસ્થાઓ દ્વારા વય નિવૃતિત થતાં સન્માન કરવામાં આવ્યું હતું. મહામંડળનાં પ્રમુખ બાબુભાઈ પટેલે શિક્ષકોના પડતર પ્રશ્નો ઉકેલવા માટે ખાતરી આપી હતી.
જાણીતા કેળવણીકાર અને બી.એડ. કોલેજનાં પૂર્વ આચાર્ય ડો. મનહરભાઈ ઠાકરે ઉંડાણપૂર્વક ૩૬૦ ડીગ્રી મુલ્યાંકન પદ્ધતિ પર વિસ્તૃત પ્રકાશ પાડયો હતો. તેમણે જણાવ્યું હતું કે એનઈપી ૨૦૨૦નો મુળ હેતુ વિદ્યાર્થીઓનો સર્વાંગીણ વિકાસ છે. તેમણે જણાવ્યું હતું કે આત્મનિર્ભર અને વિકસિત ભારત ૨૦૪૭નો પાયો એનઈપી ૨૦૨૦ છે. તેના માટે વિદ્યાર્થીઓનાં સંપૂર્ણ વ્યક્તિત્વનો વિકાસ થયો કે નહીં તે જાણવું એટલે ૩૬૦ ડિગ્રી મુલ્યાંકન તેમણે ૩૬૦ ડિગ્રી મુલ્યાંકન પદ્દતિ દ્વારા વિદ્યાર્થીઓનું હોલીસ્ટીક પ્રોગ્રામ કાર્ડ તૈયાર કરવા માટે વિસ્તૃત માહિતી અને સમજ પૂરી પાડી હતી. આવું વિશ્વાસનીય અને મનોવૈજ્ઞાાનિક કાર્ય કરવા માટે શિક્ષકોને આહવાહન કર્યું હતું.
દ્વિતીય સેશનમાં સામાન્ય સભામાં જિલ્લામાંથી નિવૃત્ત થયેલ ૩૮ માધ્યમિક શિક્ષકોનું નિવૃતિત સન્માન તેમજ શિક્ષકોનાં ધોરણ ૧૦-૧૨ના તેજસ્વી સંતાનોને ઈનામો આપી બીરદાવવામાં આવ્યા હતા. ગત વર્ષના અહેવાલ અને નાણાકીય હિસાબને મંજુર કરવામાં આવ્યો હતો.




