Bhavnagar

ભાવનગર-બોટાદમાંથી ૩૦ જુગારી ઝડપાયા, ત્રણ ફરાર

By GS Team
3 Aug 20262 mins read
TukuTouch Logo
ભાવનગર અને બોટાદમાં પોલીસે 4 જુગારના બનાવોમાં કાર્યવાહી કરી છે. ઘોઘારોડ, એલસીબી અને ગારિયાધાર પોલીસે કુલ 30 જુગારીઓને 40,350 રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે. આ દરમિયાન 3 શખ્સો ફરાર થવામાં સફળ રહ્યા હતા. ખેડૂતવાસ, ટોળકીનગર, પાલિતાણા રોડ અને ભીમડાદ ગામમાંથી જુગારીઓ ઝડપાયા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ભાવનગર-બોટાદમાંથી ૩૦ જુગારી ઝડપાયા, ત્રણ ફરાર

અલગ-અલગ ચાર બનાવોમાં

ભાવનગર -  ભાવનગર અને બોટાદમાં જુગારના અલગ-અલગ ચાર બનાવોમાં પોલીસે ૩૦ શખ્સને કુલ રૃા.૪૦,૩૫૦ના મુદ્દામાલ સાથે ઝડપી લીધાં હતા. જ્યારે ૩ શખ્સ ફરાર થયાં છે.

ઘોઘારોડ, ભાવનગર અને બોટાદ એલસીબી તથા ગારિયાધાર પોલીસની કાર્યવાહી, રૃા.૪૦,૩૫૦નો મુદ્દામાલ કબજે

શહેરના ખેડુતવાસમાં જાહેર જગ્યામાં જુગાર રમતા ઉમેશ હીરાભાઈ બારૈયા, અજીત પ્રવિણભાઈ રાઠોડ, પ્રકાશ પ્રવિણભાઈ બારૈયા, ચિરાગ પ્રભુભાઈ રાઠોડ, રાજેશ રામજીભા ધરજીયા, સંજય સુરેશભાઈ વાઘેલા, જગદીશ ધીરૃભાઈ ચુડાસમા, બળદેવ બાબુભાઈ ઠાકોર, વિરૃબેન પરેશભાઈ વાઘેલા, વસંતભાઈ વિક્રમભાઈ વાઘેલા, સવુબેન સુરેભાઈ વાધેલા, છાયાબેન રમેશભાઈ વાધેલાને ઘોઘારોડ રૃ.૧૦,૮૦૦ના મુદ્દામાલ સાથે, વિમાના દવાખાના સામે આવેલ ટોળકીનગરમાં જાહેરમાં જૂગાર રમતા અશ્વિન અરવિંદભાઇ સોલંકી, અનીલ જીવરાજભાઇ મકવાણા, વિપુલ ઉર્ફે ધોની શંકરભાઈ મકવાણાને એલસીબી ટીમે રૃા.૧૧,૭૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા છે. દરોડા દરમિયાન રાહુલ ઉર્ફે ગીટી રમેશભાઇ બારૈયા,વિનોદ ઉર્ફે બાદશાહ,જરમન શરદભાઇ સોલંકી નાસી છૂટયા હતા. તેમજ ગારિયાધારના પાલિતાણા રોડ પર જાહેરમાં જુગાર રમતા ભીખુ અલીભાઈ દલ, હરી ગોવિંદભાઈ કંટારિયા, અશોક રામજીભાઈ મકવાણા, વિનુ પાંચાભાઈ ડાભી અને પુજા ભાયાભાઈ ઘોઘારીને ભાવનગર એલસીબીએ રૃા.૭૬૫૦ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ ગુનો નોંધ્યો છે. ઉપરાંત બોટાદ એલ.સી.બી.એ ગઢડા તાલુકાના ભીમડાદ ગામે જુગાર રમતા સંજય સુખરામભાઈ ભીલ, રવી દિનેશભાઈ ભીલ, પ્રકાશ કમલેશભાઈ, સુરેશ નાયકાભાઈ, અક્ષય ફતેસિંહ, મહેશભાઈ રસીકભાઈ, રાજેન્દ્ર ઉર્ફે રાજેશ ભરતભાઈ, અમરસિંગ મનહરભાઈ, અશ્વીન ગોપાલભાઈ ભીલ, જગદીશભાઈ રમેશભાઈને કુલ રૃા.૧૦,૨૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ ગુનો નોંધ્યો છે.