સીકલીગર ગેંગના ૩ શાતિર ચોર ઝબ્બે, રૃા.૧૧.૨૮ લાખનો મુદ્દામાલ ઝડપાયો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ભાવનગરમાં બંધ મકાનમાં ચોરીનો ભેદ ઉકેલાયો
ભાવનગર - ભાવનગર શહેરના માનસરોવર સોસાયટી (મારૃતી શો રૃમ પાસે) વિસ્તારમાં આવેલા બંધ મકાનને નિશાન બનાવી સોના-ચાંદીના કિંમતી દાગીના તથા રોકડ રકમની ચોરી કરનાર શાતિર સીકલીગર ગેંગના ૩ સભ્યોને બોરતળાવ પોલીસે ઝડપી પાડયા છે. પોલીસે શખ્સ પાસેથી લાખો રૃપિયાની કિંમતના સોના-ચાંદીના દાગીના અને રોકડ મળી કુલ રૃ.૧૧.૨૮ નો મુદ્દામાલ કબજે કર્યો છે.
બોરતળાવ પોલીસે માનસરોવર સોસાયટીમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરીનો ગુનો ગણતરીના દિવસોમાં ઉકેલી નાખ્યો
બનાવની વિગત મુજબ માનસરોવર સોસાયટીમાં રહેતા યોગેશકુમાર રામબાબુ મિત્તલ પોતાના ઘરે પરત ફરતા મકાનમાં ચોરી થઈ હોવાનું માલૂમ પડયું હતું. ચોરીમાં સોના-ચાંદીના ઘરેણાં અને રૃ.૫,૦૦૦ રોકડા મળી કુલ રૃ.૩૨,૨૦,૬૪૧ની મત્તા ચોરાઈ હોવાનું સામે આવ્યું હતું. આ અંગે બોરતળાવ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. બોરતળાવ પોલીસ ટીમે તપાસનો ધમધમાટ શરૃ કર્યો હતો. તપાસ દરમિયાન પોલીસે વડોદરાના અજયસીંગ સીકલીગર (ઉ.વ. ૨૮), અમરસીંગ ઉર્ફે પાપ્પે બાવરી (ઉ.વ. ૨૪) અને કબીરસીંગ ઉર્ફે સોબ્બા બાવરી (ઉ.વ. ૨૬)ની અટકાયત કરી આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.




