ભાવનગર અને બોટાદ પંથકમાંથી ૧૭ જુગારી ઝડપાયા, ૧૧ ફરાર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

અલગ-અલગ પાંચ પોલીસ મથકમાં ૬ ગુના નોંધાયા
પોલીસે કુલ રૃા.૧.૮૫ લાખનો મુદ્દામાલ કબજે કરી ૨૮ શખ્સ સામે ગુના નોંધ્યા
ભાવનગર - ભાવનગર અને બોટાદ પંથકમાં જુગારની બાજી પર પોલીસે દરોડો કરી કુલ ૧૭ શખ્સને ઝડપી લીધાં છે. જ્યારે ૧૧ શખ્સ ફરાર થયાં છે. જે મામલે અલગ-અલગ પાંચ પોલીસ મથકમાં કુલ ૬ ગુના નોંધી કુલ રૃા.૧,૮૫,૩૬૦નો મુદ્દામાલ કબજે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બરવાળાના ખારા વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા હકીમ સીકન્દરભાઇ દિવાન અને વિજય અશ્વીનભાઈ ગોહીલને રોકડા રૃા.૯૪૦ના મુદ્દામાલ સાથે તથા કુલદિપસિંહ સિંધવ અને શ્યામ કુમારખાણીયાને રૃા.૭૧૦ના મુદ્દામાલ સાથે બરવાળા પોલીસે ઝડપી લઈ અલગ-અલગ બે પોલીસ ફરિયાદ નોંધી છે. તેમજ ધોલેરાના રાજપુર ગામે જુગાર રમતા અશોક લીંબાભાઈ કાંબડ, વીઠલ કમાભાઈ ધરજીયા, છના ધરમશીભાઈ સરવૈયા, મુકેશ કાળુભાઈ જમોડને પોલીસે રૃા.૨૭,૨૭૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા. જ્યારે રાજુ ધીરૃભાઈ મકવાણા રાજપુર, શંકર વેલાભાઈ ધરજીયા, ધનસુખ ઠાકરશીભાઈ પુનાણી, નરેશ ઉર્ફે કાળુભાઈ જેરામભાઈ પુનાણી સ્થળ પરથી નાસી છૂટયા હતા. પોલીસે કુલ ૮ શખ્સો સામે ગુનો નોંધ્યો છે. ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે વલ્લભીપુરના પચ્છેગામમાં જુગાર રમતા રવિરાજસિંહ ઉર્ફે નાનભા ખોડુભા ગોહિલ, મનહર બચુભાઇ પીપળીયાને રોકડા રૃા.૨૨,૨૦૦ મળી કુલ રૃા.૧,૪૭,૨૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. જ્યારે નિલુભા ઉર્ફે એન.ડી. ધર્મેન્દ્રસિંહ ગોહિલ, જીકા મુળજીભાઇ પીપળીયા, કાળુ ધીરૃભાઇ ડાબસરા, જયપાલસિંહ બાબભા ગોહિલ, અનોપ ભુપતભાઇ સોલંકી, પ્રદિપભાઇ બુધાભાઇ મકવાણા, સિધ્ધરાજસિંહ ઉર્ફે એસ.કે. કરણસિંહ ગોહિલ ફરાર થઈ ગયા હતા, એલસીબીએ તમામ સામે ગુનો નોંધ્યો છે તથા એલ.સી.બી. પોલીસે વડવા કોળીવાડ વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા સાગર ગોહિલ, રવિ પરમાર, કિશન પરમાર અને નરશી ચૌહાણને રૃા.૬,૩૬૦ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ ગુનો નોંધ્યો છે તથા બોરતળાવ મફતનગર વિસ્તારમાં જુગાર રમતા દિનેશ વિરસંગભાઈ અદાણીયા, અતુલ બાબુભાઈ જાંબુચા, વલ્લભ પવાભાઈ મેરને બોરતળાવ પોલીસે રૃા.૨,૮૮૦ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ ગુનો નોંધ્યો છે.




