ભાવનગર આઇટીઆઇના ૧૬૯ વિદ્યાર્થીઓએ એક જ કંપનીમાં ટેકનિશિયન તરીકે નોકરી મેળવી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

આઇટીઆઇથી ચાર બસ જોઇનીંગ માટે રવાના થઇ હતી
ઇલેક્ટ્રીકલ, મિકેનિકલ, વેલ્ડર અને ઓટોમોબાઇલ બ્રાંચના વિદ્યાર્થીઓનું સફળ પ્લેસમેન્ટ
ભાવનગર - ભાવનગર આઇટીઆઇમાં ઓટો મોબાઇલ, વેલ્ડર, મીકેનિકલ અને ઇલેક્ટ્રીકલ વિભાગમાંથી કુલ ૧૬૯ વિદ્યાર્થીઓનું ઐતિહાસિક પ્લેસમેન્ટ યોજાયું છે અને જેઓ એકમાત્ર મારૃતિ સુઝુકીના પ્લાન્ટમાં ૨૮,૩૦૦ના પગાર સાથે નોકરી મેળવી હતી. જેઓને એકસાથે જોડવા ગઇકાલે આઇટીઆઇથી ચાર બસ બહુચરાજી રવાના થઇ હતી.
આઇટીઆઇ ભાવનગર ખાતેથી કારકિર્દીના નવા સોપાન તરફ પ્રયાણ કરવા માટે વિદાયમાન થઇ રહેલ તાલીમાર્થીઓના વાલીઓ પણ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી તેમના પ્રતિભાવો રજૂ કરી સંસ્થાના પ્રશિક્ષકો સહિતના તાલીમી તેમજ પ્લેસમેન્ટ સાથે સંકળાયેલ તમામનો આભાર વ્યક્ત કર્યો હતો તથા નિમણૂકપત્રો એનાયત થવાના પ્રસંગે નિષ્ઠા તેમજ જવાબદાપૂર્વક કામગીરી કરી આઇટીઆઇ ભાવનગરનું ઋણ ચૂકવવા ખાતરી આપી હતી. સંસ્થાના આચાર્ય વર્ગ-૧ તપનકુમાર વ્યાસ દ્વારા સંસ્થામાં તાલીમની ગુણવત્તા અને પ્લેસમેન્ટની નિયમિતતા, પ્રવેશની નોંધપાત્ર ટકાવારી, શ્રેષ્ઠતમ પરિણામ અને છેલ્લા ચાર કરતા વધુ વર્ષોથી ૧૦૦ ટકા કરતા વધુ એપ્રેન્ટીસ ભરતી પરત્વે રાજ્યની તમામ ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓમાં અગ્રિમ હરોળમાં સતત સ્થાન જાળવી રાખ્યું હોવાનું જણાવ્યું હતું.









