હોસ્ટેલમાં ૧૪ વર્ષના વિદ્યાર્થી પર રેગિંગ અને અત્યાચાર,બળજબરીથી સિગારેટ પીવડાવી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

કાળિયાબીડ વિસ્તારની માધવ બોયઝ હોસ્ટેલની ઘટના
૪ સિનિયર વિદ્યાર્થીઓ અને ૨ સંચાલકો સામે નીલમબાગ પોલીસ મથકે ગુનો નોંધાયો
ભાવનગર - ભાવનગરના કાળિયાબીડ વિસ્તારમાં આવેલી સરદાર પટેલ સ્કૂલ નજીકની માધવ બોયઝ હોસ્ટેલમાં અભ્યાસ કરતા ૧૪ વર્ષના ધોરણ-૯ ના વિદ્યાર્થી પર શારીરિક અને માનસિક ત્રાસ ગુજારવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. હોસ્ટેલમાં સાથે રહેતા સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા કથિત રીતે વિદ્યાર્થી પાસે અંગત કામો કરાવવા, ઢોર માર મારવો, બાથરૃમમાં પુરી દેવો અને બળજબરીથી સિગારેટ પીવડાવી જાનથી મારી નાખવાની ધમકી આપવાનો ગંભીર આક્ષેપ થયો છે.
ફરિયાદીના ૧૪ વર્ષનો પુત્ર ધોરણ-૯ માં ભણે છે અને માધવ બોયઝ હોસ્ટેલમાં રહે છે. હોસ્ટેલમાં તેની સાથે રૃમમાં રહેતા અને નીટ ની તૈયારી કરતા સિનિયર વિદ્યાર્થીઓ અવારનવાર ૧૪ વર્ષના વિધાર્થી પાસે પોતાના કામો કરાવતા હતા. જો તે કામ કરવાની ના પાડે તો તેને ગાળો આપી, ઢીકાપાટુનો માર મારી બાથરૃમમાં પૂરી દેતા હતા.આટલું જ નહીં, આરોપી વિદ્યાર્થીઓ તેને બળજબરીથી સિગારેટ પીવડાવતા હતા અને જો કોઈને આ અંગે જાણ કરશે તો ધતૂ સિગારેટ પીવે છે તેવું બધાને કહી દઈશુંધ તેમ કહી બ્લેકમેલ કરતા હતા. મુખ્ય વિધાર્થીએ તેને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. હોસ્ટેલની દેખરેખ રાખતા અંકુર અને જીગર પણ તેને હેરાન કરતા હતા અને અને ૧૪ વર્ષીય વિદ્યાર્થીનો સિગારેટ પીતો વિડીયો ઉતારી લીધો હતો.વિદ્યાર્થીએ ઘરે જાણ કરતા પિતાએ હોસ્ટેલના માલિક નિલેશભાઇ આહીર પાસે સીસીટીવી ફુટેજ માંગ્યા હતા. સીસીટીવીમાં સિનિયર વિદ્યાર્થીઓ વિદ્યાર્થી પાસે મસાજ કરાવતા, માથામાં તેલ નખાવતા, માર મારતા અને બાથરૃમમાં પૂરી દેતા સ્પષ્ટ નજરે પડયા હતા.નીલમબાગ પોલીસે ફરિયાદીની ફરિયાદના આધારે સિનિયર વિદ્યાર્થીઓ તથા હોસ્ટેલના અંકુર અને જીગર સામે બીએનએસ કલમ ૧૧૫(૨), ૩૫૨, ૩૫૧(૩), ૫૪ મુજબ ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ કબ્જે કરી કાયદેસરની તપાસ શરૃ કરી છે.









