દેવળીયા ગામના ખાંચામાં જુગાર રમતા ૧૩ શખ્સ ઝડપાયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

એલસીબીએ કોર્ડન કરી તમામને દબોચ્યા
રૃપિયા ૧૩ હજારની રોકડ રકમ અને જુગારનું સાહિત્ય જપ્ત કરી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
ભાવનગર - બોટાદ જિલ્લા એલસીબીની ટીમે રાણપુર તાલુકાના દેવળીયા ગામે દરોડો પાડીને જાહેર જગ્યામાં જુગાર રમતા ૧૩ ઇસમને રોકડા સાથે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
એલસીબી. સ્ટાફ રાણપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો, તે દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે દેવળીયા ગામના પરા વિસ્તારમાં આવેલા ચંદુભા વાળા ખાંચામાં કેટલાક શખ્સો ગંજીપાના વડે હાર-જીતનો જુગાર રમી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે પંચોને સાથે રાખી સાંજના સમયે દરોડો પાડયો હતો.પોલીસને જોઈને ભાગવાનો પ્રયાસ કરનાર રમેશ દેવશીભાઈ રોજારા,બાપુરાજ બાબુ ભાઈ પરમાર, ભુપેન્દ્રસિંહ દાદભા પરમાર,અશ્વીન ભીમજીભાઈ મકવાણા,વિક્રમ જેઠાભાઈ શેખલીયા,નરેશ કરાશનભાઈ તલસાણીયા,અજય જગદિશભાઈ શેખલીયા,હસુભા નટુભા પરમાર,બીજલ ભરતભાઇ તલસાણીયા,મેરૃ જેરામભાઈ અણીયાળીયા,રમેશ પ્રભુભાઈ ગોહીલ ),અમૃત ગણેશભાઇ હિહોરીયા ,વેલશી મોહનભાઈ મેળજીયાને કોર્ડન કરી લેવામાં આવ્યા હતા. પકડાયેલા આરોપીઓ પાસેથી રોકડા રૃપિયા ૧૩,૩૪૦ તથા ગંજીપાના જપ્ત કરવામાં આવ્યા છે. રાણપુર પોલીસ સ્ટેશનમાં જુગાર અટકાયતી અધિનિયમની કલમ ૧૨ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.




