Gujarat
વેલ્ફેર નર્સિંગ કોલેજ અને ઇનર વ્હિલ કલબ દ્વારા વિશ્વ એઈડ્સ દિનની ઉજવણી
By GS Team
1 Dec 20211 min read
This article was originally published on 1 Dec 2021

ભરૂચ: વેલ્ફેર નર્સિંગ કોલેજ અને ઈનર વ્હિલ કલબના સંયુક્ત ઉપક્રમે હિંગ્લોટ ગામમાં વિશ્વ એઈડ્સ દિનની ઊજવણી કરાઈ હતી. વેલ્ફેર નર્સિંગ કોલેજના પ્રિન્સિપાલ તેમજ પ્રોફેસર તેમજ સ્ટાફ દ્વારા ગામની હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ અને ગ્રામજનોને એઇડ્સથી કઈ રીતે બચી શકાય, શુ શુ કરવું જોઈએ અને કઈ બાબતોની સાવચેતી રાખવી તે અંગે માહિતગાર કર્યા હતાં. આ પ્રસંગે વેલ્ફેર ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ઝુબેર પટેલ અને કાદરભાઈ ડેલાવાળા ,ઈનર વ્હિલ કલબના પ્રમુખ રિઝવાના ઝમીદાર તેમજ સખી મંડળ ના હોદ્દેદારોએ ઉપસ્થિત રહી જરૂરી માર્ગદર્શન અને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.. હિંગલોટ સ્કૂલના આચાર્ય સલિમભાઈ પટેલે કાર્યકમને સફળ બનાવવા સહયોગ પુરો પાડ્યો હતો.




