Gujarat

જુબિલન્ટ ભરતિયા ફાઉન્ડેશન દ્વારા વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણી

By GS Team
3 Dec 20211 min read
This article was originally published on 3 Dec 2021
જુબિલન્ટ ભરતિયા ફાઉન્ડેશન દ્વારા વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણી

ભરૂચ:- વિલાયત જી.આઈ.ડી.સીમાં જુબિલન્ટ ભરતિયા ફાઉન્ડેશન દ્વારા વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણી કરાઈ હતી. જી.આઈ.ડી.સી વિસ્તારમાં કામ કરતા શ્રમજીવી વર્ગ, ટ્રકના ડ્રાઇવરો અને મહિલાવર્ગને એચ.આઈ.વી , એઇડ્સ અંગે જાણકારી અપાઈ હતી. ડો શૈલેષ નકુમે ઉપસ્થિત લોકોને એઇડ્સ કઈ રીતે ફેલાય છે. તેનો ટેસ્ટ ક્યાં અને કઈ રીતે કરાવવો. ચેપ લાગે એ સંજોગોમાં શું કરવું, શું ન કરવું કેવી તકેદારી રાખવી તે બાબતોને આવરી લઈ સરળ રીતે સમજ અપાઈ હતી. આ માટે ત્રણ જાગૃતિ સત્રમાં 50 મજૂરો, 20 ટ્રક ડ્રાઇવર અને 60 મહિલાઓએ ભાગ લઈ પ્રશ્નોતરી થકી સવાલોના જવાબ મેળવ્યા હતા અને મૂંઝવણો દૂર કરી હતી.