Gujarat

અંકલેશ્વર હાઈવેની શોપીંગની ત્રણ દુકાનોમાં તસ્કરો ત્રાટક્યા

By GS Team
25 Jan 20201 min read
This article was originally published on 25 Jan 2020
અંકલેશ્વર હાઈવેની શોપીંગની ત્રણ દુકાનોમાં તસ્કરો ત્રાટક્યા

 અંક્લેશ્વર તા.25 જાન્યુઆરી 2020 શનિવાર

અંકલેશ્વર નેશનલ હાઈવેની બાજુમાં આવેલી  બૈતુલ કોમ્પલેક્ષમાં આવેલ મોબાઈલની દુકાન અને ઓટો ઇલેક્ટ્રીક દુકાનને તસ્કરોએ નિશાન બનાવી મોબાઈલ શોપમાંથી રૂ.1.90 લાખનાં સામાન ની ચોરી ને અંજામ આપ્યો હતો. જ્યારે ઓટો ઇલેક્ટ્રીક  દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં એક તસ્કર કેદ થતા તાલુકા પોલીસે તપાસ શરૃ કરી હતી.

 અંક્લેશ્વર નેશનલ હાઈવે નંબર 48  પર અંસાર માર્કેટ નજીક આવેલી  બૈતુલ કોમ્પલેક્ષનાં  ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી એન.જી.એન મલ્ટી કલેક્શન  મોબાઈલ શોપનું  તસ્કરો એ શટર ઉંચુ કરી દુકાનનાં દરવાજાનાં  નકુચા તોડી દુકાનમાં પ્રવેશ કર્યો હતો. ચોર રૂ.1.62  લાખની કિંમતનાં  17  નંગ મોબાઈલ , રૂ.2૦૦૦૦ ની કિંમતનું એક  લેપટોપ તથા મોબાઈલની એસેસરી મળી કુલ  ૧.૯૦ લાખની  ચોરીને તસ્કરોએ અંજામ આપ્યો હતો. 

આ ઉપરાંત બાજુમાં આવેલા આઝાદ ઓટો ઇલેક્ટ્રીક દુકાનની બહાર લગાવેલી સીસીટીવી કેમેરાને તોડી દુકાનમાં પ્રવેશ કર્યો  પરંતુ કંઈ હાથ લાગ્યુ નહતુ. જો કે દુકાનમાં લગાવેલા  સીસીટીવી કેમેરામાં એક તસ્કર કેદ થયો હતો. આ ચોરી અંગે મોબાઈલ શોપનાં માલિક સોહીલ શબ્બીર સૈયદે અંકલેશ્વર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. તાલુકા પોલીસે ઓટો ઇલેક્ટ્રીક દુકાનનાં સીસીટીવી ફૂટેજ મેળવી કેમેરામાં કેદ થયેલ તસ્કરોનું પગેરુ મેળવવાની કવાયત હાથ ધરી હતી