Gujarat
ફુલવાડી ગામમાંથી સાત જુગારી ઝડપાયાઃએક શખ્સ ફરાર
By GS Team
30 Nov 20191 min read
This article was originally published on 30 Nov 2019

નેત્રંગ તા.30 નવેમ્બર 2019 શનિવાર
નેત્રંગના ફુલવાડી ગામની સીમમાંથી પોલીસને બાતમીના આધારે 7 જુગારીયાઓ ઝડપાતા હતાં.
નેત્રંગ-ડેડીયાપાડા રોડ ઉપર આવેલા ફુલવાડી ગામની સીમમાંથી મોટાપાયે જુગાર રમતો હોવાની બાતમી નેત્રંગ પોલીસને મળતા રેડ પાડી હતી.જેમાં ફુલવાડી ગામના જ સુકલ રડવા વસાવા,નકુલ હરીલાલ વસાવા,કનૈયા રસીક વસાવા,મનસુખ મનુ વસાવા,રાજેન્દ્ર ઝવેર વસાવા અને અરવિંદ બાલુ વસાવા જુગાર રમતા ઝડપાઇ ગયા હતા,જ્યારે અજુન શંકર વસાવા પોલીસને ચકમો આપી ફરાર થઇ ગયો હતા .
જ્યારે નેત્રંગ પોલીસે અંગત ઝડતીના રૂ.5600 ,દાવના રોકડ 4730 ,મોબાઈલ નંગ ચાર જેની રૂ.7000 નાની-મોટી બેટરી 200 સહિત 17,530 રૂપિયાનો મુદ્દામાલ પોલીસે કબ્જે કરી તમામ આરોપીઓને પકડી જેલભેગા કરી દીધા હતા.




