Get The App

ભોલાવમાંથી બે લક્ઝુરીયસ કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

પોલીસે આઠ લાખના મુદ્દામાલ સાથે એક ને પકડી પાડ્યો, પાંચ આરોપીઓ વોન્ટે઼ડ

Updated: Dec 12th, 2021

GS TEAM

Google News
Google News

ભરૂચ: ભરૂચ એલસીબીને મળેલી બાતમીનાં આધારે ભરૂચ શહેરમાં ભોલાવ ઉદ્યોગનગરમાં પોલીસે છાપો માર્યો હતો. જેમાં મારૂતી સિયાઝ ફોરવ્હીલ ગાડી નંબર GJ-16-BN-0425 તથા હ્યુન્ડાઇ એલેન્ટ્રા ફોરવ્હીલ ગાડી નંબર GJ-19-AA-8503 માં વિદેશી દારૂની નાની મોટી બોટલ/બીયર ટીન નંગ-૧૦૪૪ કિંમત રૂપીયા ૧,૦૯,૨૦૦/- ના પ્રોહી મુદામાલ તથા ફોરવ્હીલ કાર-૦૨ તેમજ અન્ય મુદ્દામાલ સહિત કુલ મુદ્દામાલ કિ.રૂ.૮,૨૯,૪૫૦/- સાથે એક આરોપી દિવ્યેશ હરેશભાઇ કાલરીયા રહેવાસી હાલ- ફલેટ નંબર ૧૦૭, રત્નમણી એપાર્ટમેન્ટ, કુળસદ રોડ, કીમ તા.માંગરોળ જી.સુરત મુળ રહે સોંદરડા તા.કેશોદ જી.જુનાગઢને ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી કરી આગળની તપાસ માટે ભરૂચ શહેર “સી” ડીવીઝન પો.સ્ટે.માં સોંપવામાં આવ્યો છે.

પકડાયેલ આ આરોપી ભરૂચ શહેર “એ” ડીવીઝન પો.સ્ટે.ના પ્રોહીબિશન ગુનામાં વોન્ટેડ હોય “એ” ડીવીઝન પો.સ્ટે.માં જાણ કરવામાં આવી હતી. ભરૂચ એલ.સી.બીની રેઇડની કામગીરી દરમ્યાન ફોરવ્હીલ ચાલક દિવ્યેશ હરેશભાઇ કાલરીયા રહેવાસી હાલ- ફલેટ નંબર ૧૦૭, રત્નમણી એપાર્ટમેન્ટ, કુળસદ રોડ, કીમ તા.માંગરોળ જી.સુરત મુળ રહે સોંદરડા તા.કેશોદ જી.જુનાગઢનાએ પોલીસ ધરપકડથી બચવા નાસી જવાના ઇરાદે પોતાના કબ્જાની મારૂતી સિયાઝ ફોરવ્હીલ ગાડી પુરઝડપે મારી નાંખવાના ઇરાદે રીવર્સ લઇ રેડીંગ પાર્ટીના પોલીસ કોન્સટેબલ દિપકભાઇને ઇજા કરતા ચાલક વિરૂધ્ધ સલંગ્ન કલમો હેઠળ અલગથી ગુનો રજીસ્ટર કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. આ ઘટનામાં પોલીસે નયન કીશોરભાઇ કાયસ્થ રહેવાસી દાંડીયાબજાર ભરૂચ, યોગેશ ઉર્ફે ફકાટ શનુભાઇ મિસ્ત્રી રહેવાસી.સમની તા.આમોદ , મનીષ તથા તેની સાથેનો એક અજાણ્યો ઇસમ જેના પુરા નામ સરનામું મળી આવેલ નથી, ઇમરાનશા ઉર્ફે મરઘી દિવાન રહેવાસી. અંકલેશ્વર નવી નગરી જી.ભરૂચ, વિરમલ ઉર્ફે વીમલભાઇ ગામીત રહેવાસી.વડગામ તા.માંગરોલ જી.સુરતને વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથધરવા સાથે ઝડપાયેલ આરોપી સાથે વિદેશી દારૂની બોટલ/બીયર ટીન નંગ-૧૦૪૪ કિ રૂ ૧,૦૯,૨૦૦/-, મારૂતી સિયાઝ ફોરવ્હીલ ગાડી નંબર-૯-4-16-81૫૫-0425 કિ.રૂ.૪,૦૦,૦૦૦/-, હ્યુન્ડાઇ એલેન્ટ્રા ફોરવ્હીલ ગાડી નંબર 6.-19-//-8503 કિ.રૂ.૩,૦૦,૦૦૦/-, વીવો કંપનીનો એન્ડ્રોઇડ મોબાઇલ નંગ-૦૧ કિ રૂ.૧૦,૦૦૦/-, ઓપ્પો કંપનીનો એન્ડ્રોઇડ મોબાઇલ નંગ-૦૧ કિ રૂ.૧૦,૦૦૦/-, કુલ મુદ્દામાલ કિમત રૂપિયા ૮,૨૯,૪૫૦/-નો મુદ્દામાલ પણ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથધરવા સાથે વોન્ટેડ આરોપીઓની તપાસ હાથધરી છે.